________________ (164] ઢાળ 4/14 તે પરમાત્મા જ્યારે હૃદયમાં ધ્યાન દ્વારા સંસ્થિત થાય છે, ત્યારે નિશ્ચયથી સર્વ અર્થોની સંપ્રાપ્તિ થઈ જાય છે, કારણ કે તે પરમાત્મા પરમ ચિન્તામણિ છે. ધ્યાન વડે પરમાત્માની સાથે સમરસાપત્તિ-સમાપત્તિ થાય છે. એ સમરસાપત્તિને જ નિર્વાણફિલ આપનાર યોગિમાતા કહી છે. (પાદનોંધ પેજ 163 ઉપરની ચાલુ) (નોંધ - વસ્તુતઃ નાદ એ સમાધિ પડેલાંની સ્થિતિ છે, સમાધિ પછી નાદનું ઉત્થાન હેય નહીં ) પાતંજલ યોગની સાધન સંપત્તિની સોપાનમાલિકો આ પ્રમાણે છે શ્રદ્ધા, તેમાંથી વય એટલે ઉત્સાહ પૂર્વક સ્મૃતિ એટલે આત્મસ્મરણ, તેને પરિપાક તન્મયતારૂપ ધ્યાન સમાધિ, તેમાંથી પ્રજ્ઞા અને તે સ્થિર થઈ એટલે યોગ. સમાપતિના પ્રકારે ચાર છે- 1. સવિતર્ક, 2. નિતિક, 3. સવિચાર અને 4. નિર્વિચાર. સમાપતિને વિષય સચરાચર વિશ્વના દરેક સ્થલ પદાર્થ ઉપરાંત સમસ્ત સુમ ભાવો પણ છે. દ્રકમાં જ્ઞાન મેળવવા માટે સમાપતિના વિષયમાં કઈ મર્યાદા નથી. ચાર પ્રકારની સમાપત્તિ સબીજ સમાધિ કહેવાય છે. ઉત્તમ મણિની પેઠે, ક્ષીણ વૃત્તિવાળું બનેલું ચિત ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્ય-એ ત્રણની સાથે એકતા અને તન્મયતા પામે છે. નિર્મળ ચિત્તો ગુણ એ છે કે જે આવી મળે તેની જોડે તે તદાકાર થઈ જાય. એ રીતે જ ચિત્ત કામ કરે છે. ચિત્તની નિર્માતા કે પ્રસન્નતા અનેક વૃત્તિઓના ઉછાળાથી બગડે છે. તેમ ન હોય અને વૃત્તિ ક્ષીણ થઈ ચિત પોતાના શુદ્ધરૂપે હોય તો તેને ગુણ ચકખા મણિ જેવો છે. સમાપત્તિ અને વૃત્તિમાં આ ફેર છે. ચિત્તનો સમાપત્તિ ધર્મ હોવાથી વૃત્તિ નીપજે છે. સમાપતિ મૂળ પ્રક્રિયા છે, તે વડે સંપ્રજ્ઞાન શકય બને છે. બાળક ચિત્તમાં સમાપત્તિ છે. સંપ્રજ્ઞાન ધીમે ધીમે જાગે છે. સમાપત્તિના ગર્ભમાં સંપ્રજ્ઞાન કે વૃત્તિ રહે છે. સંપ્રજ્ઞાન વડે કે છત્તિ વડે સમાપત્તિ શી છે તે પકડાય છે. તેથી સમાપત્તિના પ્રકારો સંપ્રજ્ઞાનના પ્રકારની પેઠે પડે છે. સમાપતિ અને વૃત્તિ એક જ પ્રક્રિયાના બે અંગ હોઈ એટલા બધા નિકટ છે કે, જાણે તે બે પાસાં જ હોય એવાં લાગે છે. સહજ શુદ્ધ દશામાં પ્રયત્ન કરીને આણેલી સમાપત્તિને અખંભરા પ્રજ્ઞા કહે છે. એટલે કે તે દશાએ સમાપતિ, પ્રતીત, વૃત્તિ, તક, બુદ્ધિ અને પ્રજ્ઞા-એ બધી ચિતની વિભૂતિઓ એકરસ એકરૂપ બને છે. આને વર્ણવવાને ચિત્તલય, ચિત્તનાશ, ચિત્તશુદ્ધિ ઇત્યાદિ વિવિધ શબ્દ પ્રયોગો પણ જોવા મળે છે. ચિત્તને થતા જ્ઞાનની પ્રક્રિયા પર જે ભેદે છે તે સમાપત્તિના ચાર પ્રકારરૂપે ઉપર દર્શાવ્યા. આ પ્રક્રિયામાં ભૂલ થવાનું કારણ રમૃતિની કે સંસ્કારોની અશુદ્ધિ કે અસ્પષ્ટતા છે. તે દૂર કરવામાં આવે તો જ જ્ઞાન પ્રક્રિયા ઋત કે સત્યવાહક બની શકે. (પાદનોંધ પેજ ૧૬પ ઉપર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org