________________ ઢાળ 4/13 (મિથ્યાત્વભેદનની જેવી શક્તિ તેવી દશા.). મૂળ - બંધ ઉદય સત્તાકૃત ભાગ, હસ્વાદિક સ્વર પેજના લાગ. ભ૦....૧૩ ટઓ - તિહાં અપૂર્વાદિ કરણઈ કર્મના બંધ ઉદય સત્તાના સ્વવીર્ય ઈ ભાગ પાડે છે. તિહાં કેઈક પ્રાણી સમક્તિ પડઈ. કેતલાઈક સંખ્યકાલે અસંખ્યકાલઈ અનંતકાલઈ ત૬ ભવમલ અંતકૃત કેવલી થાઈ છે. સર્વ ગ્રંથિભેદ કરી અનિવૃત્તિકરણ પછી અંતરકરણ કરતાં જ વીર્યની યાદશ મિથ્યાત્વભેદનશક્તિ તેહવી તે દશાઈ પામઈ તે વિચાર ગ્રંથાન્તરમાં બહુ થઈ. તિહાંથી જાણવા..૧૩ શબ્દાર્થ - બંધ ઉદય (અને સત્તાકૃત ભાગ... બદ્ધકર્મના ઉદયમાન અને સત્તાગત સ્વવી ભાગ પાડે. કર્માણનો જીવ પ્રદેશ સાથે ક્ષીરનીર ન્યાયે સબંધ તે બંધ છે. તે ચાર પ્રકારે છે(૧) પ્રતિબંધ એટલે કર્મને સ્વભાવ. (2) સ્થિતિબંધ એટલે કમ ટકી રહેવા માટેની કાળની મર્યાદા-શુભાશુભ અધ્યવસાયથી ગ્રહણ કરેલા કર્મના દળિયાં કેટલો વખત સુધી ભોગવવા પડે તેને નિશ્ચય. (3) રસબંધ એટલે કર્મના પુલને શુભ કે અશુભ અથવા ઘાતિ કે અધાતિપણાનો જે રસ તે. (4) પ્રદેશ બંધ એટલે સ્થિતિ તથા રસની અપેક્ષા વિના કમ પૃગલેના દળિયાનું ગ્રહણ કરવું તે અથવા કર્મ અને આત્માના પ્રદેશ પરસ્પર મળી રહે તે પ્રદેશોનો સમૂહ. કમની સ્થિતિ, કમને રસ અને કર્મના પ્રદેશો-દળિયાં એ ત્રણ બંધનો જે સમુદાય અને તેમાંથી જ્ઞાન, દર્શન દયાદિ આમિક શક્તિઓને દબાવવાને જે સ્વભાવ ઉત્પન્ન થાય તેને " પ્રકૃતિ બંધ' કહેવાય છે. આ રીતે કર્મને ચાર પ્રકારને બોધ આત્મા ઉપર આવરણ કરે છે. 2 ઉદય-ભોગવાતું ઉદયમાન કર્મ. 3 ઉપશમ-ક્ષોપશમ યા ઉપશમ દશાને પ્રાપ્ત થયેલ કમ. 4 સત્તાગત-બદ્ધ છતાં કાળ ન પાકવાને લીધે સત્તાગત કર્મ. –આત્મબોધસંગ્રહ પૃ. 270 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org