________________ ઢાળ 4/9 (પરમાત્મપદનો લાભ ) મૂળ - પરમાતમ રાજહંસ સરૂપ, અવલેકે જિનનૈ અનુરૂપ. ભ૦૯ ટો - તિવારઇ વિષય કષાયને નાશથી બહિરાતમા ટાલીનઈ આતમા પણું રાજહંસપણું ભજઈ. તિવાર પછી જિન સવરૂપ યાતે પરમાતમાપણું પામઈ...૯ શબ્દાર્થરાજહંસ સરૂપ ... આત્માપણું, અંતરાત્માપણું. અવલે .... .... જુએ, એકાગ્રતાપૂર્વક અવલોકન કરે. જિનનૈ અનુરૂપ .... જિનસ્વરૂપ. ભાવાર્થ - તે વખતે વિષય કષાય નાશ પામતાં બહિરાત્મપણું ટાળે છે અને આત્મા અંતરાત્મ ભાવને પામે છે અને તે પછી જિનનું અભેદ ધ્યાન કરતાં પરમાત્મપદને પામે છે...૯ Vad Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org