________________ [ 140 ] ઢાળ 321 ભાવાર્થ - તે જાગરુક સાધક સવાધ્યાય આદિ કુશલતા અને અખેદાદિ ગુણે દાખવે. વચમાં કઈ વખત અજાગરુકતા એટલે પ્રમાદની વેળા આવી જાય, પણ તેથી તે ગુણીને ધષ કરવા જેટલે નીચે ઉતરે નહીં. દ્રવ્યથી નાભિચક્ર અને હૃદયકમલમાં ધ્યાન ધરે પણ ભાવથી સમ્યક્ત્વના દેશવિરતિ અને પ્રમત્ત એટલે પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનથી આગળ પ્રગતિ કરે...૨ 1 વિવરણ– આલંબન પાંચ છે (1) વાચના, (2) પૃચ્છના, (3) પરાવર્તન, (4) અનુપ્રેક્ષા અને (5) ધર્મકથા તેમાં સાધક સુલીન રહે છે અને તે આત્મનિરીક્ષણથી દૂર ખસતું નથી. એટલે તેને પ્રમાદ આવતો નથી, છતાં કોઈ કારણે ઘડી-બે ઘડી પ્રમાદ આવી જાય છે તેનું એટલું પતન થતું નથી કે તે બીજાના દેષ નિરખે, અગર તે તે વિષે પશુન્ય સેવે કે ગુણી ઉપર છેષ કરે. તે તે આત્માનંદી હોવાથી જીવને ચતુર્દલ એટલે મૂલાધારચક્રમાંથી પસાર કરી બદલકમલ એટલે સ્વાધિષ્ઠાનચક્રમાં લાવે છે અને ત્યાંથી પસાર કરીને બ્રહ્મગ્રંથન ભેદ કરે છે. આ પ્રસંગે ભાવમલની ક્ષીણતા થતાં અપૂર્વકરણ અને અનિવૃત્તિ x અનુપ્રેક્ષા-શાસ્ત્રાદિનું પઠન એ દ્રવ્યશન છે અને આત્મસ્વરૂપનું જાણવું તે ભાવજ્ઞાન છે. સમ્યક્ત્વ વિના ભાવજ્ઞાન થતું નથી. વાચના ( વાંચવું ), પૃષ્ઠના ( પૂછવું ), પરાવર્તન ( ફરી ફરી વિચારવું ) અને ધર્મકથા ( ધમ વિષયની કથા ) કરવી-એ ચાર દ્રવ્ય છે અને પાંચમી અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમના ચાર અનુપ્રેક્ષા ( મનનરૂપ ઉપયોગ ) ન આવે તે દિવ્યરૂપ સમજવા. તેના અર્થો આ પ્રમાણે :વાચના-ગીતાર્થ મુદિ પાસે સૂત્ર અને અર્થની વાયના લેવી તે. પૃચ્છના-અપૂર્વ અર્થ મેળવવા, સંશયનું નિવારણ કરવા, શાસનની શોભા માટે, પરની પરીક્ષા કરવા માટે, યોગ્ય વિનય સહિત ગુર્નાદિને પૂછવું તે. પરાવર્તન-ભણેલાં સૂત્ર અને અર્થ ભૂલી ન જવાય માટે શુદ્ધ ઉપયોગ સહિત તે સૂવાદિને વારંવાર સ્વાધ્યાય કરો તે. અનુપ્રેક્ષા-છવાદિ તરવાનું રહસ્ય સમજવા માટે સ્વાર્થનું ચિંતન કરવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org