________________ ઢાળ 3/20 ( જાગરુક સાધક ગીતાર્થને સેવે ) મૂળ - સાવધાન બહુમાન ગીતારથે નૈ જૈ રે કિ ગીe. આતમલામેં તુષ્ટ ન પરલા મેં રજે રે, કિં ન ; કંપ સ્વેદ શ્રમ મૂછ ભ્રાન્તિ બલહીનતા રે, કિં ભ્રા, ઇત્યાદિક જે દોષ નહી ત: પીનતા રે, કિં ન...૨૦ ટ - ગીતાર્થ તે શ્રદ્ધા 1, જ્ઞાન 2, કથક (ન) 3, કરણી 4, એ યાર શુદ્ધ નાગમ શ્રદ્ધાવંત તે. ગત - गीयं भण्णइ सुत्तं, अन्थो तस्सेव होइ वक्खाण / उभयेण य संजुत्तो, सो गीयत्थो मुणेयव्यो / / આતમ પિતાના ગુણનઈ લાભઈ પ્રાપ્તિ તુષ્ટ થાઈ. પણ પરપુદ્ગલાદિ લાભાઈ તુષ્ટ ન થાઈ. વલી ભાવાધ્યામ પવનાભ્યાસીનઈ કં૫, સ્વેદ, શ્રમ, મૂછ, ભ્રાંતિ, બલની હીનતા ઈત્યાદિક દેશ ન હોઈ. નીરોગની પીનતા પુષ્ટતા થાઈ...૨૦ શબ્દાર્થ :ગીતાથ ... ... ...શ્રદ્ધા, જ્ઞાન, કથન, કરણી જેની શુદ્ધ હોય તેવા ગુરુ. આતમલાભે ... ... આત્માના ગુણનો લાભ થાય. પર લાભ ... ... ... ૫ર એટલે પુદ્ગલાદિ વિષે કંઈ લાભ થાય છે. ન રજે ... ... ..તુષ્ટ ન થાય, મનથી રાગી થાય નહીં. પીનતા ... ... ....પુષ્ટતા. ભાવાર્થ - જાગરુક સાધક બહુમાનપૂર્વક ગીતાર્થ ગુરુની ઉપાસના કરે. શ્રદ્ધા, જ્ઞાન કથક ( કથન ) અને કરણી–આ ચારે જેનાં શુદ્ધ હોય તે ગીતાર્થ છે. કહ્યું છે કે ગીત એટલે સૂત્ર અને અર્થ એટલે તેની વ્યાખ્યા. આ બનેથી જે યુક્ત હોય તે ગીતાર્થ કહેવાય છે. આરાધકને આત્માના ગુણને લાભ થતાં તે તુષ્ટ થાય પણ પર એટલે પુદ્ગલ વગેરેના લાભથી તે તુષ્ટ થાય નહીં. આત્મ ગુણોની વૃદ્ધિથી તુષ્ટ થાય પણ ઈન્દ્રિયની વાસનાની વૃદ્ધિથી તુષ્ટ થાય નહીં. ભાવ અધ્યાત્મ અને પવનના અભ્યાસથી કંપ, સ્વેદ ખેદ, શ્રમ, મૂચ્છ, બ્રાન્તિ, બલની હીનતા વગેરે દેશે દૂર થાય છે, શરીર નિરોગી થાય છે અને પુષ્ટતા વધે છે....૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org