________________ (13s1 ઢાળ 3/19 ભાવાર્થ - પિંડસ્થ આદિ ધ્યેયનું ધ્યાન કરવાથી શુભ ગુણોની વૃદ્ધિ થાય છે. ડિસ્થ-અવસ્થા તે છદ્મસ્થ સ્વરૂપનું ધ્યાન છે. પદસ્થ-અવરથા તે ઘાતી કર્મના અભાવથી ઉત્પન્ન થયેલું વરૂપ છે. રૂપસ્થ-અવસ્થા તે (1) કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછીની અવસ્થા તથા (2) પ્રતિહાય વગેરેનું અને પ્રતિમાદિકનું ધ્યાન છે. આ પ્રમાણે ધ્યાનક્રિયાના ગુણે ઉત્પન્ન થવાથી સાધક હર્ષાતિરેકની લાગણી અનુભવે છે. નિહેતુક ચિત્તપ્રસન્નતા થાય છે, તે સાધકના ત્રિકાલેમ્પન્ન શેક-ભય વગેરે નાશી જાય છે અને તેને તરંજ્ઞાનના ચિંતનથી અનુભવદશાની ઉત્પત્તિ થાય છે. તેમ જ ઉદા સીનતા એટલે તૃપ્તિભાવથી શમ પણું આદિ ગુણેને તે ભજનારે થાય છે. વળી સ્વાભાવિક ગુણે પ્રાપ્ત થાય છે. જેથી અગીતાર્થ અને અજ્ઞાની પુરુષની સંગતિનો અભાવ થાય છે અને સત્સંગતિ પ્રતિ આકર્ષણ વધે છે...૧૯ વિવરણ - પિંડસ્થ ધ્યેય તે શ્રી વીતરાગ દેવની છસ્થાવસ્થા; પદસ્થ ધ્યેય તે શ્રી વીતરાગ– દેવના ઘાતકર્મના અભાવથી થયેલું અહંત સ્વરૂપ, રૂપસ્થયેય તે શ્રી વીતરાગદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછીની અવસ્થા અથવા તેમની પ્રતિમા પ્રાતિહાર્ય આદિ. આ પ્રમાણે અનુક્રમે અથવા કોઈ એક દયેયનું ધ્યાન ધરવાથી શુભ ગુણોની અભિવૃદ્ધિ થાય છે. આવા શુભ અધ્યવસાયથી અહેભાગ્ય સમજાય છે. હદય પુલકિત થાય છે અને હર્ષ ઉભરાય છે. આ સુખાસ્વાદરૂપી આનંદથી સ્વભાવમાં સમતા વ્યાપે છે અને સંસાર પ્રતિ ઔદાસીન્ય પ્રગટે છે, તેમ જ સત્સંગ પ્રતિ આકર્ષણ રહે છે. કુવાસિત પુરુષને સંગ તે બાળકના સંગ જેવો સમજાય છે અને તેથી તેને ત્યાગ થાય છે...૧૯ Maa . આ Jain fall Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org