________________ ઢાળ 3/15 ( આધ્યાત્મિક સ્વરસાધના ) મૂળ -- હવે ભાવે અધ્યાત્મ પવનને સાધઈ રે, કિં અo, ગંભીરાદિક અડગુણ તેમાં વાધી રે, કિં તે; કૃષ્ણ શુકલ દઈ પક્ષ વિરતિ અવિરતિ મેહ રે કિં અવિ, નાસિકા આસ્તિકભાવ સમીર ધરેં બહુ રે, કિં સ...૧૫ બે - હવે ભાવથી અધ્યાત્મ સાધવાના ઉપાય કહઈ છે. ગંભીરાદિક આઠ ગુણ જે પ્રાણ હોઈ તે ભાવ પવન સાધનામાં વધઈ તે કહઈ છઇં. કૃષ્ણ પક્ષી 1, શુકલપક્ષી 2, જેહનઈ એક પુદગલ પાવર્ત સંસાર તે શુકલ પક્ષી તેહથી અધિક સંસાર તે કૃષ્ણપક્ષી 2, અભવ્યને અલેખઈ. અવિરતિ વિરતિ પ્રાણી તે બેઉ નાડિ (સિ) કાની ધુરા જાણવી. ચંદ્રની સૂર્યની આતિક ભાવ તે નાસિકા તે માંહિ સમીર પાંચ 5 તે પંચાચાર પ્રચાર જાણુ ........15 શબ્દાર્થ - ભાવે .... ... ... ....ભાવથી અધ્યાત્મપવન.... .... ...અદથમ પ્રાણાયામ, ભાવથી અધ્યાત્મ સાધવાને ઉપાય. કભીરાદિક અડગુણ ..ગંભીરતા આદિ આઠ ગુણો. તેહમાં વાધી રે .... ..તેમાં (ભાવ પવનની સાધનામાં) વધે, પ્રગતિ કરી શકે. કoણ શુકલ દોઇ પક્ષ દ્રવ્યથી, શુકલ અને કૃષ્ણ-( એક માસના ) બે પક્ષ ભાવથી શુકલ પક્ષી એટલે કંઈક ન્યૂન અર્ધ પુદગલ પરાવર્ત સંસાર પરિભ્રમણ જેનું બાકી રહ્યું હોય તે અને કૃષ્ણપક્ષી એટલે જેનું અર્ધ પુદગલ પરાવર્તથી અધિક સંસાર પરિભ્રમણ બાકી રહ્યું હોય તે. વિરતિ અવિરતિ બેહુ ...સર્વવિરતિ અને દેશવિરતિ. અહીં એ બે નાસિકાના બે ધુરા-ચન્દ્ર સૂર્યને બદલે આ બને-સર્વ વિરતિ અને દેશવિરતિ સમજવા. નાસિકા.... ... ... ...આરિતકભાવ. પાંચ સમીર .. .... ...પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન તે પાંચ આધાર, * ગંભીરાદિક આઠ ગુણો માટેની સમજૂતિ પ્રસ્તુત ઢાળમાં હવે પછી આપવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org