________________ [127 ] ઢાળ 3/14 ભાવાર્થ :- નાસિકાના 2% બે છે. (1) વામા–તે શશીનું ઘર અને (2) દક્ષિણા-તે રવિનું ઘર. કાલ દ્વારા ફલની આગાહી માટે દિનના બે પક્ષ-પખવાડિયાં-પંદર તિથિઓ છે.* (1) શુકલ, અને (2) કૃષ્ણ, અથવા સુદિ અને વદિ. તથા દિવસ અને રાત્રિ; વાર જે સાત છે તેમાં સૌમ્ય અને કૂર એવા બે ભેદ છે. આ સઘળું શુભ કે અશુભ કાર્યની આગાહી માટે છે. નાસિકાવહનની ગતિ તરાથી કેટલા અંગુલ પ્રમાણ છે એટલે કે તેનાં તત્વ, માન અને આકાર પણ જોવામાં આવે છે. તે સિવાય વર્ણન (?) એટલે ક્ષત્રિયાદિનો નિર્ણય થાય છે. ગમન કે પ્રવેશ કાલ નીચેના વિષયમાં પણ જોવાય છે દીક્ષા, વાણિજય (વેપાર), રાજસેવા, ક્ષૌરકમ અને ચિકિત્સામાં વામાનાડી શુભ કહી છે અને યાત્રા, યુદ્ધ, વિવાહ, વિદ્યાગ્રહણ કરવામાં કે રાજાને મળવા જવામાં કે કામોદ્દીપનમાં કે ચેરી કરવામાં દક્ષિણનાડી શુભ કહી છે. વગેરે વગેરે. આ વિષે વધુ વિચારે વેગશાસ, વિવેકવિલાસ, સ્વરોદય અને સ્વરદીપક શાસ્ત્રોમાં મળે છે. તે સઘળાં દ્રવ્યયોગી અભ્યાસથી સાધે છે, અને તે સાધવા તે ઘણો પરિશ્રમ કરે છે. 14 x 3 થી 7 સુધીના 15 ચરો પ્રાગુવાન સ્વરૂપ છે. તે આ રીતે : ઉપરના 15 સ્વરેના ઉપચારમાં જે કાળ લાગે છે તે સમ ક્રિયાશક્તિરૂ૫ છે. પ્રથમ આત્મામાં 15 સ્વરોનું જ્ઞાન હોય છે. પછી જ્યારે ઉચાર થાય ત્યારે તે ક્રિયાશક્તિના ગે થાય છે. તે ક્રિયાશક્તિ પ્રાણા પાન રૂપ છે. તેને સૂર્યચંદ્ર પણ કહેવામાં આવે છે. પ્રાણ તે સૂર્ય અને અપાન તે ચંદ્ર. બાહ્ય જગતમાં જેમ સૂર્ય અને ચંદ્રના વેગે પ્રતિપદ આદિ 15 તિથિઓ પ્રવૃત્ત થાય છે, તેમ અંતરમાં પણુ પ્રાણપાનરૂ 5 સૂર્ય ચંદ્રોગે સ્વરરૂપ 15 તિથિઓ પ્રવર્તે છે. * વર્ગ એટલે રંગ હોવો જોઈએ. રબામાં વર્ણરૂપે ક્ષત્રિયાદિ જાતિ કેમ દર્શાવી છે તે સમજાતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org