________________ ઢાળ 3/12 ( વરદય-સંવેદ્ય સમીર ) મૂળ - મંડલ ચાર વિચાર સમીર તણા કહ્યા છે. કિં સત્ર ભૌમ વારુણ વાયવ્ય આગ્નેયપણે ક(૨)હ્યા રે, કિં આo; અભ્યાસે સંવેધ સમીરની સ્થાપના રે, કિં સ; નાશિકા રંઘે હોઈ પૂર્ણ સમાપના રે, કિ પૂ.૧૨ બે પવન સાધવાનાં ચ્યાર મંડલ થિર થાનક કહ્યાં છઈ, તે કહાં ? ભૌમમંડલ–પૃથિવી 1, વરુણમંડલ-આ૫ 2, વાયવ્ય તે વાયુમંડલ 3, આનેય તે તેજ મંડલ 4. તેહના તત્વ વર્ણ, ગંધ, રસાદિક સ્વર સાધન સર્વ નાડિકાથી જાણવા. હવઈ તે નાડિકાના 2 ભેદ તે એક અદ્ય સમીરઈ સધાઈ. તેહના અભ્યાસથી સંવેદ્ય સમીર તે વ્યક્તિ સમીરથી જેહનું સ્થાનક આકાશતલ તે સર્વત્ર વ્યાપક છઈ. પણિ નાશિકાના રંધ્ર થકી સમીરની પૂર્ણ સમાપના જણાઇ, તે સ્વરોદય કહીઈ ઈ .12 શબ્દાર્થ - મંડલ યાર વિચાર ........નૌમ, વારુણ, વાયવ્ય અને આગ્નેય-ચાર મંડલનો વિચાર. અભ્યાસે સંવેધ સમીર ....અભ્યાસ કરવાથી ચારેય મંડળના ભેદ એટલે કે વર્ણ, માન, આકાર, કાલ અને ફલ જાણી શકાય છે. અહીં અવેદ્ય પ્રકારને છોડી દઈને સંવેદ્ય પ્રકારને સ્વરોદય જ્ઞાનરૂપે જણાવવામાં આવે છે. પૂણું સમાપના .... ....સમીરની પૂર્ણ સમાપના જણાય તે સ્વરોદય. ભાવાર્થ :- પવન સાધવાનાં ચાર મંડળને સ્થિર સ્થાન કહ્યાં છે - (1) પૃથ્વીમંડળ, (2) જલમંડળ, (3) વાયુમંડળ, (4) અનિમંડળ. તેના તરવ, વર્ણ, ગંધ, રસાદિ સેવે સ્વરસાધનથી નાડીના અભ્યાસથી જાણવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org