________________ ઢાળ 3/11 | ( દ્રવ્ય યોગીની સ્વર સાધના ) મૂળા - દ્રવ્યયોગી જે હાય લહે તે અભ્યાસથી રે, કિં તે; તેહમાં અચરિજ કય ન ધર્મ સુવાસથી રે, કિં ન, ઈણિ પરં સાધે સમીર તે વાત નિકાલની રે, કિં તે; સ્વર સાધનથી તે લહૈ જલવાલથી રે, કિં તે....૧૧ :-- વલી જે દ્રવ્યથી યોગી, જે સાધનાદિકનો અભ્યાસી ગુરુ-ઉપાસના શીલ હોઈ તે પણિ એ સર્વ પ્રકાર જાણઈ. તેહ વાતમાં કેઈ અચરિજ નથી. ધર્મની સુવાસનાથી ગુરુ પ્રસન્નતાથી સ્યું ન થાઈ ? ઈણિ પરિ પવન સાધના કરતે અતીત, અનાગત, વર્તમાનકાલની વાત પણિ જાણે. ઈગિત આકારાદિકઈ અથવા વરસાધના પણિ જાણઈ. તથા જલવાલ તે સાસસ્વાસ નાડી પ્રચારથી પણિ જાણઈ. તેહનઈ સદા શુભ હાઈ...૧૧ શબ્દાર્થ - દ્રવ્યોગી.... ....દ્રવ્યથી યોગી. (ભાવથી નહિં. ) સ્વર સાધનથી ....સ્વરોદય સાધના. જલવાલ ... ...શ્વાસેચ્છવાસ, નાડી પ્રચાર. ભાવાર્થ - વળી જે દ્રવ્યયોગી એટલે કે જે સાધનાદિકનો અભ્યાસી હોય અને ગુરુની ઉપાસના કરવાના સ્વભાવવાળો હોય તે પણ આ સર્વ પ્રકારોને જાણે તેમાં કંઈજ નવાઈ નથી. કારણ કે ધર્મની વાસનાથી ( ભાવનાથી ) અને ગુરુની પ્રસન્નતાથી શું ન થાય ? આવી રીતે પવનની સાધના કરતે ચગી અતીત, અનાગત અને વર્તમાનકાળની વાત પણ જાણે. તે સાધક ઇંગિત-એટલે હદયના ભાવ અને આકાર એટલે બહારની આકૃતિ તેના પરથી થતાં જ્ઞાનને મેળવે તથા સ્વરની સાધનોને પણ જાણે. તેમ જ શ્વાસછવાસ એટલે નાડીના પ્રચારથી પણ ત્રિકાલની વાત જાણે અને તેનું સદા શુભ થાય...૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org