________________ [16] ઢાળ 3/5 સ્થાન, વણે જે ક્રિયા-ચોગ છે તેને સ્થાન, વર્ણ તથા ક્રિયારૂપે ત્રણ યોગગો દર્શાવ્યા છે. અર્થ, આલંબન અને અનાલંબન એ ત્રણ જ્ઞાન છે. અનાલંબન યોગ અહીં દર્શાવ્યો નથી તે ઉપલક્ષણથી સમજી લેવું. તે પ્રક્રિયાને મૂળ લેક આ પ્રમાણે છે: ठाणुन्नत्थालंबण-रहिओ तंतम्मि पंचहा एसो, दुमित्थ कम्मजोगो, तहा तियं नाण जोगा उ // 2 // ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આ શ્લોકની વ્યાખ્યામાં સ્થાન અને વર્ણન કર્મ ગરૂપે અને અર્થ આલંબન તથા નિરાલંબનને જ્ઞાનગરૂપે દર્શાવેલ છે. તે આ પ્રમાણે - व्याख्या-अत्र स्थानादिषु 'द्वय' स्थानार्णलक्षणं कर्मयोग एव....तथा त्रय अर्थालम्बननिरालम्बनलक्षणं ज्ञानयोगः / / આલંબન રહિત એટલે રૂપાતીત અથવા રૂપ વિવર્જિત જે આ પેગ પ્રણાલિકામાં પાંચમું અંગ છે. અનાલંબન યોગ માટે યોગપ્રદીપમાં કહ્યું છે કે - षट्चक्रचतुःपीठादि सर्व त्यक्त्वा मुमुक्षुभिः / / आत्मा ध्यातव्य एवाय ध्याने रूपविवर्जिते // 15 // અર્થ– રૂપવિવર્જિત ( રૂપાતીત ) ધ્યાનમાં છ ચક્ર, ચાર પીઠ વગેરે સર્વને ત્યાગ કરીને મુમુક્ષુઓ ( મોક્ષના અભિલાષીએ ) ( ઉપર કહ્યા એવા ગુણોવાળા ) આ આત્માનું જ થાન કરવું. | 15 | રૂપાતીત ધ્યાન અથવા પરમાત્માના ગુણેનું ધ્યાન એ “શુકલ ધ્યાનાંશ” રૂપ છે. આ પ્રકારનું ધ્યાન આજે પણ હોઈ શકે છે. તે ઉપાધ્યાયજીને અનુભવસિદ્ધ હતું. ( યોગવિંશિકાની વૃત્તિ, . ૧૯ની ટીકા ) વિવરણ - પવનને સાધક અકલુષિત મનવાળો હોય છે. મનની તે અકલુષિતતા ઔદાસીન્ય ( માધ્યર ભાવ)ના સતત સેવનથી આવે છે. સાધક પ્રમાદ રહિત થઈને એકાન્તનું સેવન કરે છે. એથી ધર્મરુચિ વધે છે, બાહ્યમવરૂપ શારીરિક રંગો નાશ પામે છે અને અંતરંગમલરૂપ અશુદ્ધ ધ્યાનાદિ ટળે છે. આવી રીતે આ સાધક શુભ આશયવાળો થાય છે. આ સાધક હૃદયકમલમાં ગુરુગમ પ્રમાણે યોગનાં પાંચ બીજ-સ્થાન, વર્ણ (ક્રિયા), અર્થ, આલંબન અને અનાલંબનની (સ્થાપના) કરે...૫ * માથરશ્ય, સમતા, ઉપેક્ષા, વૈરાગ્ય, સામ્ય, નિસ્પૃહતા, વૈતૃદય, પરમ શાન્તિ-એ બધા શબ્દો વડે એકજ અર્થ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org