________________ [103] ઢાળ 3/4 વિવરણ - પ્રાણાયામ બે પ્રકારે છે– (1) દ્રવ્ય પ્રાણાયામ અને (2) ભાવ પ્રાણાયામ 9 દ્રવ્ય પ્રાણાયામમાં પવનને નિષેધ હોય છે, ભાવ પ્રાણાયામમાં માનસિક અશુદ્ધ વિકોને નિરોધ હોય છે. દ્રવ્ય પ્રાણાયામની સાધનાથી વાત, પિત્ત અને કફ એ ત્રણે પ્રકારના દે નાશ પામે છે. ભાવ પ્રાણાયામથી મિથ્યાત્વ મંદ થતાં વિષય કષાયના વિકાર અને બાહ્ય સુખની ઉત્કટ અભિલાષા નાશ પામે છે. આ રીતે બન્ને જાતના પ્રાણાયામથી બાહો તેમ જ અંતરંગ બધા દે શમે છે. કાન્તિ, પુણ્યપ્રકૃતિની પુષ્ટિ, દઢતા, ધર્ય આદિ ગુણોની વૃદ્ધિ થાય છે....૪ &tto | * ભાવ પ્રાણાયામ-ભાવ પ્રાણાયામ જ અધ્યાત્મરૂપ યોગ માગમાં ઈષ્ટ છે. ઉ. શ્રી યશોવિજયજી યોગદષ્ટિ સજઝાય ( ચોથી દીપાદષ્ટિની સઝાય )માં જણાવે છે કે બાહ્ય ભાવ રેચક બહાંજી, પૂરક અંતરભાવ. કુંભક થિરતા ગુણે કરીછ, પ્રાણાયામ સ્વભાવ. મનમોહન જિન”, મીઠી તાહરી વાણુ. –આઠ દૃષ્ટિની સજઝાય. (પૃ. 19) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org