________________ [ 6] ઢાળ 3/2 શીત, ઉષ્ણ આદિ કંઠ માટે સહિષ્ણુ બને છે, જ્યારે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચાર અંગો દ્વારા ઈન્દ્રિયજય ( 2-55 ) અને મનની સૂક્ષ્મ વિચાર શક્તિ યા સત્યસ્પર્શી ઋતંભરા પ્રજ્ઞા ( 3, 5 અને 1, 48 ) પ્રગટે છે. આ અંગે ને યથાશક્તિ સિદ્ધ કરવા સાધક યોગીએ કેમ વર્તવું અને શું કરવું એ પ્રક્રિયા વણવતાં પતંજલિએ પ્રથમ તે અભ્યાસ અને વૈરાગ્ય કેળવવા ( 1-12 ) સૂચવ્યું છે અને ત્યારબાદ જપ, ભાવના તેમજ ધ્યાન કરવાની સૂચના ( 1, 28, 32, 33, 39 ) કરી છે. (વેગ જગતની સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. પ્રચુર પુણ્ય વડે તેની પ્રાપ્તિ થાય છે. પાત્રતા સાધનોને લાવે છે. સાધનની પાછળ આકર્ષવાની જરૂર નથી. જરૂર તે છે, પાત્રતાને વિકસાવવાની. શિષ્ય ગુરૂઓને શોધવાની જરૂર નથી, કારણ કે તે ગુરૂઓની યોગ્યતાનું માપ ન કાઢી શકે. યોગ માગમાં સદગુરૂઓ સારા શિષ્યોને શોધતા હોય છે અને તેમાં કેગનાં બીજ નાખતા હોય છે. એ જ તેમનું મહાન કર્તવ્ય છે, કૃતજ્ઞતા છે. એગ માટે આહાર શુદ્ધિ સર્વ પ્રથમ આવશ્યક છે. મલશુદ્ધિ વિના ચોગ ન થાય. અત્યંત મલશુદ્ધિ થતાં પ્રાણ અને વીર્ય સહજ રીતે ઉર્વગમન કરે છે. સાધના માટે ઉર્વરેતસ થવાની નિતાન્ત આવશ્યકતા છે. ) S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org