________________ [2] ઢાળ 3/1 સમભાવ માટે શ્રીમાન થશેવિજયજી લખે છે કે વિકપ એ જ વિષય છે; તેથી પાછા હઠવું, અને આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન કરવું. જ્ઞાનની આવી મહાન પરિ. પાક અવસ્થા તેને સમભાવ કહે છે. આ સમભાવ-આત્માના મૂલ સત્તાસ્વરૂપ તરફ સર્વની દષ્ટિ થાય, અથવા સર્વ જીમાં રહેલ સત્તાસ્વરૂપ તરફ લક્ષ થાય તે સમભાવ સહજ પ્રાપ્ત થાય છે. વિક૯પ રહેતા નથી. આત્માને વરૂપ સાથે અભેદતા થઈ રહે છે. આ જ સમભાવ છે. આ સમભાવવાળે જ મોક્ષ પામે છે. બીજાને મોક્ષ પ્રાપ્તિને અધિકાર જ નથી. મમભાવથી સમ્યગદષ્ટિ થાય છે અને તેથી આવતાં કર્મ અટકી જાય છે, તથા પૂર્વકની નિર્જરા થાય છે. કર્મનાં આવરણે આત્માની આડેથી ખરી પડે છે-સમભાવના તાપથી પીગળી જાય છે. એટલે શેડો પણ સમભાવમાં પ્રવેશ કરીને તે સ્થિતિ કાયમ ટકાવવા માટે યોગનાં આઠ અંગ છે તેમને વિચાર કરવો. કેગનાં આઠ અંગો પણ મનઃશુદ્ધિ માટે જ આદરવાં કે વિચાર કરવા ગ્ય છે. પૂર્વે કહેલ સમભાવમાં મનની જે શુદ્ધિ થાય છે તેવી બીજા કશાયથી થતી નથી. છતાં શરૂઆતમાં તે સમભાવ આવતો નથી. આવે, તે ટકી રહેતું નથી એટલે યોગનાં અંગોની જરૂરિયાત પહેલી સ્વીકારવામાં આવી છે. (ધ્યાન દીપિકા પૃ. 122-125 )...1 ધર્મ અને ધર્મવાનની વ્યાખ્યાઓ આ પ્રમાણે મળે છે (1) શ્રી તીર્થકર ભગવતેએ સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્રને ધર્મ કહ્યો છે, તે ધર્મથી ચુક્ત જે દયાન તે ધર્મધ્યાન છે. (2) મોહના વિકારથી રહિત જે પરિણામ તે ધર્મ છે. તેનાથી યુક્ત જે દયાન તે ધર્મધ્યાન છે. ( લો. ૫૧-પર તવાનુશાસન. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org