________________ [91] ઢાળ 3/1 પણિ ... ... પણ. ભવ્ય સ્વભાવ.. સારા સ્વભાવવાળો, યોગી પુરુષ. વિણ ... .. વિના નવિ લહે.. .. ન મેળવે. ભાવાર્થ - ચાર ધ્યાનમાં ધર્મધ્યાન અને શુકલધ્યાન એ બે ધ્યાન થાવવા યોગ્ય છે. એમ કહ્યું તેનું સ્વરૂપ હવે દર્શાવે છે. ધર્મધ્યાનની પ્રકટતા હવે આ પ્રમાણે કહીએ છીએ - ધર્મસ્થાનના વિચાર એગપ્રદીપ આદિ શાસ્ત્રોમાં ઘણાં કહ્યાં છે. તે શાસ્ત્રને અનુસાર હું નામમાત્ર (લવલેશ ) કહું છું. અષ્ટાંગ યોગ તથા સમાધેને સઘળાંય દશને નિદેશે છે પરંતુ તેની શુદ્ધ પ્રરૂપણ વેગી પુરુષ વિના કંઈ કરી શકતું નથી. તે અષ્ટાંગ યોગનાં નામ કહે છે...૧ વિવરણ: ધર્મધ્યાનનું સ્વરૂપ ઉ. શ્રી સકલચંદ્રજીના ધ્યાનદીપિકા નામના ગ્રંથમાં નીચે પ્રમાણે દર્શાવ્યું છેઃ દુઃખદાયી અનુષ્ઠાનથી વિરામ પામી-પાછા હઠી, મનની શુદ્ધિ કરવા માટે મુનિએ સમભાવના સાગરમાં પ્રવેશ કરીને, યેગના આઠ અંગોનો વિચાર કરવો. ઉત્તમ ધ્યાનમાં મનઃશુદ્ધિની પૂર્ણ જરૂર છે. મનાશુદ્ધિ થયા વિના ધ્યાન થઈ શકતું નથી અથવા મનઃશુદ્ધિ કરવા માટે ધ્યાનની જરૂર છે. મનઃશુદ્ધિ હોય તો ધ્યાન થાય અને ધ્યાન હેય તે મન:શુદ્ધિ થાય. આ પ્રમાણે અને અન્ય કારણ છે. મન જેમ શુદ્ધ થતું ચાલે છે, તેમ દયાન સ્થિરતા પામતું જાય છે; જેમ ધ્યાનમાં સ્થિરતા અનુભવાય છે, તેમ મન શુદ્ધ થતું ચાલે છે. ધીમે ધીમે બને સાથે વૃદ્ધિ પામી, પૂર્ણ સ્થિતિએ પહોંચે છે. આમ નશુદ્ધિ માટે ખરાબ-આd, રૌદ્રધાનવાળા વિચાર કે અનુષ્ઠાનથી તે અવશ્ય પાછા હઠવું જ જોઈશે, પણ સાથે, સમભાવમાં પણ પ્રવેશ કરવો પડશે. સમભાવ વિના રવભાવથી ચપળતાવાળું મન સ્થિરતા પામતું નથી કે વિશુદ્ધ બનતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org