________________ ઢાળ 2/10 ( સંસારનું પરિભ્રમણ અટકાવવા ધ્યાન-સાચું અવલંબન. ) મૂળ - ભવવનમાં ભૂલે કરે દોર, પણિ નવિ પામે કિહાં એ ઠોર, સારુ જવ એ ધ્યાન અવલંબન થાય, તવ ભવભવ દુઃખ સઘલાં જાય. સા. 10 ટએ - ભવ-સંસારરૂપ અતિગહન વનમાં ભૂ હેતે બહિરાતમાં દેહિ કરઈ છઈ. પણિ કિહાંઈ ઠેર ઠેકાણું પામતું નથી. જે ભ્રમણ કરતે રહઈ. જિવાઈ એ ધ્યાનનું આતમા અવલંબન કરઈ તિવારઈ બહિરાતમાં ટળી અંતરાતમાં થાઇ. તિવારઈ ભવભવનાં સઘલાં કર્મો જનિત દુખ જાઈ...૧૦ શબ્દાર્થ - ભવભવમાં .... સંસારરૂપી અટવીમાં દોર ... ... દોડાદોડ. ઠેર .... ... ઠેકાણું. જવ ... ... જ્યારે. ભાવાર્થ:-- સંસારરૂપ અતિગહન વનમાં ભૂલે પડેલો બહિરામાં દોડાદોડ કરે છે, પણ કયાંય તે ઠેકાણું પામતું નથી. અને પરિશ્રમ કરતો જ રહે છે. જ્યારે તે આત્મા આ બધાનનું (ધર્મધ્યાનનું ) અવલંબન કરે ત્યારે તે બહિરાત્મપણું ત્યજી અંતરાત્મપણાને પામે. અને તે વખતે ભભવ એકઠાં કરેલાં સઘળાં કર્મજનિત દુઃખે વિનાશ પામે...૧૦ વિવરણ: ભવ-સંસારરૂપ અતિ ગહન વનમાં સાધક જે કાંઈ ગમ વિના દેડ્યા કરે તે સ્થિર ઠામ પહોચે નહીં, પરંતુ ઉપરોક્ત ધ્યાનનું આલંબન લે તે ભવ-સંસારમાં સર્વ દુખે ટળે....૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org