________________ ઢાળ 2/9 ( શુદ્ધાત્મનું ચિંતન ) મૂળ: શુદ્ધાતમ રત્નાકર વેલિ, પ્રગટે તિહાં ભવિ કીજે કેલિ. સા. વિષય કષાય જે ભવતમૂળ, ધ્યાન કુકારે કરે ઉનમૂલ. સા. 9 શુદ્ધાતમરૂપ રત્નાકર વેલિની લહરિ જિહાં પ્રગટઈ તિહાં અરે ભવિક જન કેલિક્રીડા રસ રંગ કરે. વિષય કષાયરૂપ જે ભવ-સંસાર તરુનાં જે મૂલ છ આર્ત રૌદ્રાદિ કલહજારૂપ તે શુકલધ્યાનરૂપ કુહાડઈ કરી ઉનમૂલી નાંખ્યા. 9 શબ્દાર્થશુદ્ધાતમ રત્નાકર.શુદ્ધ આત્મારૂપી સમુદ્ર. વેલિ . ....સમુદ્ર કિનારે, કેલિ ... કીડા. ભવતમૂળ ...સંસારરૂપી વૃક્ષનું મૂલ. ધ્યાનકુઠારે ધ્યાનરૂપી કુહાડાથી. કીજે ઉનમલ ઉખેડી નાખે. ભાવાર્થ - શુદ્ધાત્મારૂપી સમુદ્રના કિનારાનાં તરગે જ્યાં પ્રગટ થાય ત્યાં હે ભવ્યજને ! તમે કીડા-આનંદ પ્રમોદ કરો. વિષયો અને કષાયો કે જે સંસારરૂપી વૃક્ષનાં મૂલ છે, તેને ધયાનરૂપી કુહાડાથી સમુછેદ કરે-જડમૂળથી નાશ કરો....૯ * વિષય ઈન્દ્રિયોને વર્ણાદિનું જ્ઞાન થાય છે, તેથી વદિ જ્ઞાન ઇન્દ્રિયોના વિષયરૂપ નથી. પરંતુ જ્ઞાનથી જાણેલા મનોજ્ઞ અને અમનોજ્ઞ એવા વર્ણાદિ વિષયોમાં ઇષ્ટપણું અને અનિષ્ટપણું થવાથી ઈષ્ટ વિષયોમાં અભિમુખપણું અને અનિષ્ટ વિષયોમાં વિમુખતારૂપ મોહને પરિણામ થાય છે. તે વિષય છે. તથી રાગદ્વેષરૂપે પ્રવૃત્તિ કરાવતું જ્ઞાન એ ઇન્દ્રિયના વિષયરૂપ છે. જ્ઞાનસાર, ઈન્દ્રિયજય અષ્ટક પૃ. 42. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org