________________ [85] ઢાળ 2/8 વિવરણ - ગાભ્યાસના ક્રમમાં ચાર પ્રકારનાં ચિત હોય છે. (1) વિક્ષિપ્ત એટલે અહીં તહીં ભટકતું. (2) યાતાયાત અટલે કયારેક અંદર સ્થિર થતું અને ક્યારેક બહાર દેડતું. યાતાયાત આત્મામાં કાંઈક અંશે સ્થિર થતું હોવાથી તેમાં અમુક આનંદ વિદ્યમાન હોય છે. વિક૯પપૂર્વક બાહ્નવિષચેનું ગ્રહણ તે તે બને ચિત્તોમાં હોય છે. (3) જ્યારે ચિત્ત તેનાથી પણ વધુ સિથર અને પરિણામે આનંદયુક્ત બને ત્યારે તે ચિત્ત “સુલિષ્ટ " કહેવાય છે. તેમાં સ્થિરતા વિશેષ અને અસ્થિરતા થેડી હોય છે. તેથી તેમાં વિશેષ આનંદ આવે છે. અને (4) જ્યારે અતિ નિશ્ચળ હોવાને લીધે પરમાનંદયુક્ત બનેલું હોય ત્યારે એ ચિત્ત સુલીન” કહેવાય છે. સુશ્લિષ્ટ અને સુલીન ચિત્તમાં બાહ્ય વિષેનું ગ્રહણ હેતું નથી. તેમને વિષય ચિત્તગત ધ્યેય જ હોય છે....૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org