________________ ઢાળ 2/8 ( ચિત્તના ચાર પ્રકાર ) મળ - ચિત્ત વિક્ષિસ નૈ યાતાયાત, તેહનૈ દયાને ન રહૈ થિર થાત. સા. સુલિષ્ટ ચિત્ત અને સુલીન, તિહાં એ દુવિધ હોઈ લયલીન. સા. 8 ટઃ - ચાર પ્રકારનાં ચિત્ત કહ્યાં છઇ, એક વિક્ષિપ્ત (1) તે અત્યંત ચલદુષ્ટભાવ. બીજે યાતાયાત (2) તે કાંઈક થિરભાવ માટે સાનંદ. એક-મીન ધ્યાનની પરઈ દુષ્ટ ભાવની અથિરતા એહ વાર (?) વાલાનઈ એ ધ્યાન નાઈ સુશ્લિષ્ટ ચિત્ત ત્રીજે તે થિરભાવઈ આનંદયુક્ત 3. સુલીન ચિત્ત ચે તે પરમ લીનતા....૮ શબ્દાર્થ - નૈ ... અને. દુવિધ ... બે પ્રકારનું. ભાવાર્થ - ચાર પ્રકારનાં ચિત્ત કહ્યાં છે(૧) વિક્ષિપ્ત (2) યાતાયાત (3) સુશ્લિષ્ટ (4) સુલીન. (1) વિક્ષિપ્ત-આમાં ચિત્તની અવસ્થા ચંચલ અને વિક્ષેપયુક્ત હોય છે. (2) યાતાયાત-આમાં ચિત્તમાં કંઈક સ્થિરતા આવે છે. (આ બે ધ્યાનવાળાને ધર્મ ધ્યાન પ્રકટ ન થાય ) (3) સુશ્લિષ્ટ-આમાં ચિત્ત વધુ સ્થિરતાને પામી જાય છે. અને તેથી ધ્યાનના આનંદનો અનુભવ કરે છે. (4) સુલીન-આમાં ધ્યેય સાથે પરમલીનતા પ્રગટે છે. * 8 નંદ સરખાવો : इह विक्षिप्त' यातायात लिष्टं तथा सुलीनं च / चेतश्चतुःप्रकारं तज्ज्ञचमत्कारकारकारि भवेत् // 2 // विक्षिष्ट चलमिष्टं यातायातं च किमपि सानन्दम् / प्रथमाभ्यासे द्वयभपि विकल्पविषयग्रहं तत्स्यात् // 3 // लिष्टं स्थिरसानन्दं सुलीनमतिनिश्चलं परानन्दम् / तन्मात्रकविषयग्रहमुभयमपि बुधैस्तदाम्नातम् // 4 // યેગશાસ્ત્ર, પ્રકાશ-૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org