________________ ઢાળ 2/7 ( શુકલધ્યાનથી શુકલ ગુણ પ્રગટે ) મૂળી - ભવાભિનંદીને એ નવિ હોય, પુદ્ગલાનંદીને ભજના જોય. સા. આતમઆનંદી જે હોય, શુકલ શુલ ગુણ પ્રગટે સોય. સા. 7 બે ભવાભિનંદીને એ ધ્યાન ન હેઈન ઊપજઈ. અનઈ પગલાનંદી પ્રાણીનઈ વલી ભજન આપાત માત્ર હે ઈ તે નહી પણિ બહુવાર ન ટકઇં. પ્રસન્નચંદ્રાદિકની પરી. અનઈ જે આતમ આનંદી શમ, સંયમ, સુખમગ્ન હોઈ તેહનઈં શુકલધ્યાન દમદંતાદિ મુની (નિ) ની પરઈ શુકલધ્યાનને એ વિશેષ જે થાઈ તે તે ગુણરૂપઈ થાઈ...૭ શબ્દાર્થ - ભવાભિનંદી.... .. ભવાભિનંદી, સંસારમાં આનંદ માનનારા જીવ, જેનો અર્થ પુદ્ગલ પરાવર્તથી વધુ સંસાર બાકી છે તે. પુદગલાનંદી..... ... પુદગલાભિનંદી, સંસારના બાહ્ય પદાર્થોમાં આનંદિત થનાર. ભજના... સ્પર્શના હોય અને તે બહુવાર ટકે નહીં એટલે કે હોય અને ન પણ હોય. આતમઆનંદી .. આત્માભિનંદી. આત્માના ગુણમાં જેને આનંદ હોય તે જવ. ભાવાર્થ - ભવાભિનંદી જીવને ધર્મધ્યાન ન હોય. ૫ગલાનંદી જીવને ધર્મદયાન કયારેક આવી પણ જાય. પણ તે આવેલું ધ્યાન વિશેષ સમય ટકી રહે નહીં. જે આત્માનંદી જીવ હોય તે શમ અને સંયમના સુખમાં મગ્ન બને તે તેને શુકલધ્યાન હોય અને તે ઉત્તરોત્તર આત્મામાં ઉજજવલતા ગુણને પ્રકટ કરે....૭ વિવરણ - સંસારના સુખમાં રચ્યાપચ્યા રહેનાર એવા ભવાભિનંદીને એ ધર્મયાન ઉત્પન્ન થતું નથી. પુદ્ગલાનંદી એટલે વસ્તુને પરિગ્રહ ધરાવનાર અને તેના ઉપર મમતા રાખનાર માનવીને એ ધર્મધ્યાન સ્પષ્ટરૂપે ન આવે અને આવે તો પણ તે બહુવાર ન ટકે, તેથી ધર્મધ્યાન ભજનાએ હોય એટલે આવેય ખરૂં અને ન પણ આવે. સ્વાયત્તતાથી ધર્મધ્યાન પુષ્ટ થાય છે. પરંતુ જે માનવી આમાના ગુણે શમ અને સંયમના સુખમાં રમણ કરનારો છે, તેને મેક્ષનું અસાધારણ કારણ એવું શુકલ યાન ઉપજે અને તેને પરિ. ણામનું નિશળપણું પ્રાપ્ત થાય છે. ગુફલધ્યાનથી વિશેષ શુફલગુણ ઉત્પન્ન થતાં શુકલાભિજાત્ય થાય છે અને તે અનુબંધને વિરછેદ કરનારૂં અને આત્મગુણેને પ્રકટ કરનારૂં નીવડે છે. તેમ જ મહાકલ્યાણ સ્વરૂપ મોક્ષની સ્થિતિ પ્રાપ્ત કરાવે છે...૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org