________________ ઢાળ 2/6 ( ભવાભિનંદીને ધર્મધ્યાન ન હોય ) મૂળ: ઈન્દ્રિય સુખ અભિલાષી જેહ, ધર્મધ્યાન તસ ના દેહ. સા' શુકલધ્યાનનું આ રૂપ, તે મુદે સંસારને પ. સા. 6 ટઃ - તે માટિ જે ઈન્દ્રિય સુખને અભિલાષ ભવાનંદી પણઈ ઈચ્છક હોઈ જે પ્રાણ તેહનઈ ધર્મધ્યાન નાવાઇ. જેવઈ ગુફલધ્યાનને રૂપ સ્વરૂપ આવઇ તે પ્રાણી સંસાર કૂપન ઈ મુદઈ ઢાંકઈ. 6 શબ્દાર્થ - ઈન્દ્રિય સુખ અભિલાષી....ઈન્દ્રિયેના સુખની તીવ્ર ઈચ્છાવાળે તસ ... ... .. તેને નાવે છે... .. .. ન આવે. રૂપ ... ... ....... સ્વરૂપ. મુદે .. . . ઢાંકે. ભાવાર્થ - જે જીવ ઈન્દ્રિયના સુખની તીવ્ર અભિલાષાવાળો હોય એટલે કે ભવાભિનંદી હોય તેને ધર્મધ્યાન ન આવે. પણ જ્યારે શુકલ ધાનનું સ્વરૂપ આત્મામાં પ્રગટ થાય ત્યારે જીવ પિતાના સંસારરૂપી કૂવાને ઢાંકે...૬ વિવરણ - ધ્યાનનાં ફલ નીચે પ્રમાણે છે - (1) સર્વ ઇન્દ્રિ વગેરે પર સંયમ પ્રાપ્ત થાય છે અને તેથી પરતંત્રતા દૂર થઈ સ્વાયત્તતા આવે છે. (2) મનના પરિણામેનું નિશ્ચલપણું પ્રાપ્ત થાય છે. (3) કર્મના અનુબંધને વિર છેદ થાય છે એટલે કે સંસારને વધારનાર કર્મને અંત આવે છે. આ પ્રકારે ધ્યાતા સંસારરૂપી કૂવાને ઢાંકે છે. 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org