________________ [1]. વાળ 2/5 જુઓ “તરવાથઘિકામસૂત્ર” - " મૈત્રી-નો- વખ્ય-માધ્યમથ્યાનિ સવ-ગુણાધિવિચરૂચનાનાવિનેg | " અ૦ 7, સૂ) 6. આવા પ્રકારના એટલે સ્થિર ધર્મધ્યાનમાં માનવીએ જે શરણે અનાદિકાલથી પ્રચાર પામેલ છે તેને સ્વીકાર કરવો જોઈએ. તે આ પ્રમાણે છે - (1) અરિહંત એટલે ચાર ઘાતી કર્મોથી રહિત હોય અને અષ્ટપ્રાતિહાર્ય આદિ પૂજાને માટે જે યોગ્ય હોય તે. (2) સિદ્ધ એટલે ચાર ઘાતી અને ચાર અઘાતી કર્મોથી રહિત હોય તે. (3) સાધુ એટલે પાંચ પ્રકારના આસ્રવથી રહિત હોય તે, અને (4) ધર્મ એટલે અઢાર પાપસ્થાનકોથી રહિત હોય તેવી ક્રિયા. ઉપર્યુક્ત લક્ષણવાળા અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ-એ ચતુર શરણના વિચાર દ્વારા ધમયાન સ્થિર અને ઉજજવળ થાય છે...૫ * ચતુદશરણુ-મહિમા. હે વીતરાગ ! હે સર્વજ્ઞ ! હે ઇન્દ્રપૂજ્ય ! યથાર્થ વાણીવાળા ! પ્રાણીમાત્રના ગુરુ ! હે અરિહંત પ્રભુ ! તમને નમસ્કાર થાઓ. જે ભગવંતે આ પ્રમાણે કહ્યું છે - જીવ અનાદિ છે, તેને સં'માર પણ અનાદિ છે. તે સંસાર કર્મના ચોગથી ઉપજેલ છે. વળી તે સંસાર દુઃખરૂપ છે. દુઃખફલક છે, દુઃખની પરંપરાવાળો છે, એનો નાશ શુદ્ધ ધર્મથી થાય છે. (2) - તે શુદ્ધધર્મ પાપ (મોહ) કર્મના અપગમ (ક્ષયોપશમ)થી પ્રાપ્ત થાય છે, અને પાપ (મોહનીય) ને અપગમ તથાભવ્યત્વ આદિન વિપાકથી થાય છે. ચતુર શરણ રવીકાર, દુષ્કતની ગહ અને સુકૃતની અનમેદના આ ત્રણ તથાભવ્યાદિના વિપકનું કારણ છે. ને કલ્યાણકામી આત્માએ રોજ શ્રેષ્ઠ ચતુદશરણાદિનો વીકાર સંકલેશ ( ચિત્તની વ્યાકુલતા ) વખતે વારંવાર અને સામાન્યથી યાજજીવ ત્રણ સંધ્યાએ કર જોઈએ. ઉત્તમ પુણ્યશાળી, ત્રણ જગતના ગુરુ, રાગ, દ્વેષ, મેહ જેમના ક્ષીણ થઈ ગયા છે, અચિંત્ય ચિંતામણિ જેવા, ભવસમુદ્રમાં વહાણસમા, શરણ લેવા લાયક શ્રી અરિહંત ભગવંત મારા શરણરૂપ થાઓ. - 3, 4, 5, 6. જન્મ-મરણ જેમના ક્ષીણ થઈ ગયા છે. કમના કલંકથી રહિત, પીડા રહિત, સમસ્ત પદાર્થના જ્ઞાનદર્શનથી સહિત, મુક્તિ માં વિરાજમાન, નિરુપમ સુખવાળા, કૃતકૃત્ય અને સર્વ રીતે શરણ લેવા લાયક શ્રી સિદ્ધભગવંતે સદા શરણરૂપ થાઓ. | 7-8 ! શાંત અને ગંભીર મનવાળા, સાવદ્યાગનો ત્યાગ કરનારા, પંચાચારના પાલનમાં નિપુણ, પરોપકારમાં તત્પર. પ આદિના ઉદાહરણને યોગ્ય, ધ્યાન અને અધ્યયનથી શોભતા, નિર્મળ અધ્યવસાયવાળા સાધુઓ મને સદા શરણ થાઓ. - | 8-10 દેવેન્દ્ર, અસુરેન્દ્ર અને નરેન્દ્રોથી પૂજનીય, મોહરૂપ અંધકાર માટે સૂર્ય સમાન, રાગદ્વેષરૂપ ઝેરને ઉતારવા મહામંત્ર સમાન, કમરૂપ ઘાસ માટે અગ્નિ સમાન, સિદ્ધિને સાધક, કેવલીભાષિત ધમ મને સદા સર્વથા ભભવ શરણરૂપ થાઓ. - જે 11-12 | પંચમુત્ર. 11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org