________________ ઢાળ 2/5 ( ધર્મધ્યાનના પ્રશસ્ત ગુણે ) મૂળી:– મૈત્રી પ્રમોદ કરણા માયથ્ય, ધર્મધ્યાને હોઈ એ ચઉ સ્વસ્થ. સા અરિહંતાદિક શરણાં સ્માર, કાલ અનાદિના જાસ પ્રચાર. સા. 5 ટબો: મૈત્રી પરહિતચિંતા 1, પ્રમાદ, ગુણી પરસુખને દેખી હઇ 2, કરુણા દ્રવ્યભાવે દુઃખી જનની દયા 3, માધ્યચ્યું તે કૂરકર્મી આત્મપ્રશંસી ગુણિ દ્વેષી તેહનઈ વિષઈ અચાલઈ ઉપેક્ષા 4, ધર્મધ્યાનમાં એ ગ્યારઈ ભાવના ગુણ પ્રશસ્ત-ભલાં હોઈ. અરિહંત ઘાતી કર્મ રહિત (1), સિદ્ધ 8 કર્મ રહિત (2), સાધુ પચાશ રહિત (3), ધર્મ 18 પાપસ્થાનક રહિત એ શ્યારના શરણુ કરણપણું-એ ચ્યાર શરણને અનાદિપણુઈ જેહના પ્રચાર. જિહાં સંસાર આદિ (અનાદિ) તિહાં પણિ અનાદિ છ...૫ શબ્દાર્થ - ધર્મધ્યાનૈ . ધર્મધ્યાનથી ચઉ .... ચાર સ્વસ્થ * * પ્રશસ્ત, ભલાં. ભાવાર્થ : (1) મૈત્રી, (પરના હિતની ચિતા ) (2) પ્રમાદ, (ગુણીજનને કે પારકાં સુખ દેખીને હર્ષ પ્રગટાવ.) (3) કરુણા, (દ્રવ્ય અને ભાવથી દુખિત પ્રાણનું દુઃખ નાશ કરવાની વૃત્તિ) (4) માધ્યશ્મ (કૂરકમ કરનારા, સ્વ પ્રશંસા કરનારા, તથા ગુણિજનના દ્વેષીઓ ઉપર જે બીજે કઈ ઉપાય ન કારગત નીવડે તે ઉપેક્ષા) આ ચાર ભાવના ધર્મધ્યાન કરવામાં પ્રશસ્ત-ગુણકારી માની છે અને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ આ ચારનાં શરણે અનાદિકાલથી પ્રચારમાં છે. જેમ સંસાર અનાદિ છે તેમ અરિહંત, સિદ્ધ, સાધુ (નિર્ગથ) અને ધર્મ (જિનપ્રણીત ) પણ અનાદિ છે...૫ વિવરણ - ધ્યાનનો પ્રવાહ ચાલુ રાખવા માટે મૈત્રી આદિ ચાર ભાવનાઓ અથવા અરિહંત આદિ ચાર શરણને સ્વીકાર કરવો જોઈએ. સગુણાના અભ્યાસ અર્થે ચાર ભાવનાઓ છે. પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ, ગુણાધિકે પ્રત્યે પ્રમોદભાવ, આદરભાવ, પીડિત અગર દુઃખી પ્રત્યે કરુણાભાવ અને સંસ્કારહીન પ્રત્યે તટસ્થભાવ કેળવવાની જરૂર છે. * परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा परसुखतुष्टिर्मुदिता, परदोषोंपेक्षणमुपेक्षा // 1 // Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org