________________ [6] ઢાળ 2/4 ભાવાર્થ - અનુભવજ્ઞાન એટલે સમ્યગદર્શન તે શુદ્ધ ક્રિયારૂપ ચારિત્રમાં ત્યારે જ પરિણમે છે કે જ્યારે સમ્યગદષ્ટિ પુરુષ ધર્મધ્યાનનું અવલંબન કરે. પણ એ જ અનુભવ જ્ઞાન સાથે આત્મવીર્યનું કુરણ થાય ત્યારે તે શુકલધ્યાન પ્રગટે છે. અને તે સઘળાં કર્મોને નિમૂળ કરવાને સમર્થ બને છે..૪ + સમ્યગ્દર્શન-સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ હોય તેને સમ્યજ્ઞાન અને સમ્યક્ઝારિત્ર હોય અથવા ન પણ હોય. સમ્યમ્ જ્ઞાનની જેને પ્રાપ્તિ થઈ હોય તેને સમ્યગ્દર્શન અવશ્ય હોય છે પરંતુ સમ્યફ ચારિત્ર હોય અથવા ન પણ હોય. સમ્યફ ચારિત્રની પ્રાપ્તિમાં પૂર્વના બે અવશ્ય હોય છે. સારાંશ એ છે કે ઉત્તરગુણની પ્રાપ્તિમાં પૂર્વગુણુ અવશ્ય હેય જ્યારે પૂર્વગુણની પ્રાપ્તિમાં ઉત્તરગુણની ભજના સમજવી. સમ્યગ્દર્શન શબ્દમાં સમ્યગનો અર્થ " પ્રશંસનીય,' " પૂજનીય,” " સર્વ દ્રવ્યભાવ વ્યાપક,’ યથાર્થ, " અવ્યભિચારી,” “સંગત, ' વગેરે થઈ શકે. મુક્તિનો હેતુ હોવાથી તે “પ્રશંસનીય' છે, સવ નય સાપેક્ષ હેવાથી “સંગત’ છે. વગેરે વયમેવ સમજી લેવું. દર્શન જે એકાંગી સચિવાળું હોય તે સમ્યગજ્ઞાન ન હોય, પરંતુ જે તે અનેકાન્ત સચિવાળું હોય તે સમ્યગજ્ઞાન અવશ્ય હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org