________________ ઢાળ 2/4 ( શુદ્ધિ ક્રિયાયુક્ત આત્મવીર્ય તે શુકલધ્યાન ) મૂળ:– શુદ્ધક્રિયા જે અનુભવસાર, ધર્મધ્યાન છે તાસ આધાર. સા. આતમવીર્ય જે અનુભવ ધાર, શુકલ તે કર્મ છેદન કુડાર. સા...૪ ટઓ:– અનુભવજ્ઞાનઈ કરી જે શુદ્ધ ક્રિયા ત્રિકરણગઈ જે સાર પ્રધાન છઈ ધર્મધ્યાન તે તેહનું આધાર છઈ. એતલઈ જ્ઞાન, દર્શનશૂન્ય તે ધર્મધ્યાન ન હોઈ. અનુભવજ્ઞાન ક્રિયાયુક્ત આત્માને વીર્ય જોડવું તે તીખી થાર સમાન. શુક્લધ્યાન તે કર્મ છેદવાને કુઠાર કહતાં કુઠાર સરિખું છઈ. શુકલ તે સ્યું આમાનઈ ઉજવલ કરઈ. અથવા મેહાદિક કર્મનું શુકલ દાણ શુદ્ધ કરી ન્યાયગત થાઈ...૪ શબ્દાર્થ :- શુક્રક્રિયા .... સમ્યગદષ્ટિવાળાની ત્રિકરણ યેગે જે ક્રિયા થાય તે. અનુભવ ... જ્ઞાન અને ક્રિયા સાથે આત્માનું વીર્ય જોડવું તે તીખી ધાર સમાન. તરવજ્ઞાનના ચિંતનથી આત્મજ્ઞાનના પ્રકાશરૂપ ગુણને ઉદ્ભવ. સાર ... - પ્રધાન; મુખ્યતાએ. ભાવાર્થ - આત્મજ્ઞાનના પ્રકાશરૂપે કે તેની મુખ્યતાએ ત્રિરોગે જે શુદ્રક્રિયા કરાય તેને આધાર ધર્મધ્યાન છે એટલે જ્ઞાન અને દર્શનથી રહિત ધર્મધ્યાન ન હોય. અનુભવ-એ જ્ઞાન અને ક્રિયા સાથે આત્માનું વીર્ય જોડાય તે તે તીકણ ધાર રૂપે કાર્ય કરે છે. અને ગુલદયાન તે કર્મોને છેદવા માટે કુહાડા જેવું છે. શુકલધ્યાન આત્માને ઉજજવલ કરે છે. અથવા મેહાદિક કર્મોનું શુક એટલે દાણ* ચૂકવી આત્મા સુખથી વર્તી શકે છે. * દાણુ–અહીં ટબાકારે શુકલનું પરિવર્તન શુલ્ક કરી તેને દાણ અર્થે નિયુક્તિધારા ઘટાગ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org