________________ [77 ] ઢાળ 2/3 શુકલધ્યાનની પ્રાપ્તિનાં (1) લક્ષણ (2) આલંબન અથવા પાયા અને (3) ઉપાય આદિ અનેક ભેદે આવશ્યકનિર્યુક્તિ વગેરે ગ્રન્થમાં કહ્યા છે...૩ વિવરણ - પ્રત્યેક પદાર્થ દ્રવ્ય અને પર્યાયાત્મક હોય છે. અર્થાત્ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયોની અપેક્ષાએ અનિત્ય છે. દરેક પદાર્થમાં બે અંશ હોય છે. એક અંશ ત્રિકાલ શાશ્વત અને બીજો અંશ અશાશ્વત છે. શાશ્વત અંશના કારણે દરેક વસ્તુ ધ્રૌવ્યાત્મક-નિત્ય અને અશાશ્વત અંશના કારણે ઉત્પાદવ્યયશીલ-અનિત્ય ગણાય છે. આ બન્ને દષ્ટિએ વિચાર કરવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ જાણી શકાય છે. એ પ્રકારે પદાર્થના સ્વભાવનું ચિંતન કરવું તે જ “શુકલધ્યાન” કહેવાય છે. આવું શુકલધ્યાન કરી શકાય એ માટે પ્રથમ ધર્મધ્યાનથી શરૂઆત થાય છે. કેમકે ધર્મધ્યાન પૂર્વક જ શુકલધ્યાન પ્રગટે છે. અને તે શુકલધ્યાન આવે તે દર્શનમેહનીય અને ચારિત્રમેહનીય કર્મો સર્વથા છેદાઈ જતાં મુક્તિનો માર્ગ સરળ બને છે..૩ CY. 1a. = (પાદોંધ પૃ. 76 ની ચાલુ) 7. ધ્યેય-અરિહંત ભગવંત અથવા ૐકાર. 8. ધ્યાતા-અપ્રમાદી, નિર્મોહી, જ્ઞાનસંપન્ન. અનુપ્રેક્ષા-સ્વાધ્યાય અને ધ્યાન ( વારાફરતી ) 10. લેહ્યા–તેજે, પદ્મ અને શુકલ. 11. લિંગ-આજ્ઞારચિ, નિસગરુચિ, સૂત્રરુચિ, અવગાઢચિ. 12. ફલ–આત્મજ્ઞાન ( શુદ્ધાત્માનું જ્ઞાન. ) -ધ્યાનશતક શ્લો. 28-29. * ચારિત્રમેહનીય કર્મ–આત્મષરૂપને આવરણ કરે તે દર્શનમોહનીય કર્મ છે. આત્મસ્થિરતાને આવરણ કરે તે ચારિત્રમોહનીય કમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org