SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ 2/3 ( દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક ચિંતન તે શુકલધ્યાન ) મૂળ: શુદ્ધ દ્રવ્ય ગુણ પજવ જેહ, શુકલધ્યાન છે તેનું ગેહ. સાવ ધર્મધ્યાન છે તેનું હેતુ, શુકલધ્યાન મહ૫ન કેતુ. સા...૩ અનઈ દ્રવ્ય-ગુણપર્યાયાત્મક નિત્યાનિત્યાત્મકશિ વસ્તુ સ્વભાવ ચિંતન. તેહનું ઘર તે શુકલધ્યાન. મૃતધર પૂર્વધર શ્રેણિગત સાધુનઈ હોઈ. તે માટે ધર્મધ્યાન તે શુકલધ્યાનનું હેતુ છે. અનઈ શુકલધ્યાનથી મેહ જીતીઇ. એનાં પણિ થાવાનાં લક્ષણ આલંબન પાયા ઉપાય અનેક છઈ ભેદ જેહના આવશ્યકનિર્યુક્તિ પ્રમુખ ગ્રન્થ મળે કહિયા છઈ....૩ શબ્દાર્થ - શુદ્ધ દ્રવ્યગુણ પજવ–કેવળ દ્રવ્ય, ગુણ અને પર્યાયને વિચાર. * દ્રવ્યગુણ પૂજજવ-આત્માને હિતકર બે યોગ છે–૧ ચરણકરણાનુયોગ અને 2 કયાનુયોગ. શુદ્ધ આહારપાણી વાપરવા, ઉત્કૃષ્ટ ક્રિયાકાંડની સાધના કરવી, વિવિધ તપશ્ચર્યા કરવી ઇત્યાદિ ચરણકરણાનુયોગ અને આત્મ-લક્ષ્ય ચૂક્યા વગર પદ્રવ્યની સૂક્ષ્મ ચિંતવના કરવી એ દ્રવ્યાનુયોગ છે. પ્રથમ યોગ સાધન છે અને બીજે સાધ્ય છે. આત્મ-દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદની ચિતવના એ શુકલધ્યાનનો પ્રથમ પાયો છે, અને તેના અભેદની ચિંતવના એ બીજો પાયો છે. આવશ્યકારિરૂપ બાહ્યગ છે, સમય પરિજ્ઞાન તે અંતરંગ ક્રિયા-કવ્યાનુયોગ છે. દ્રવ્યાદિ જ્ઞાન જ શુકલધ્યાનધારાએ મેક્ષિકારણ માટે ઉપાદેય છે. ગુણ અને પર્યાયનું જે પાત્ર અને ત્રણેય કાળમાં એકરૂપ તે દ્રવ્ય કહેવાય છે. આત્મા એ દ્રવ્ય છે. તેમાં જ્ઞાનાદિ ગુણપર્યા રહે છે. તે ત્રણેય કાળમાં એકરૂપ છે. ચેતન મટીને જડ થતો નથી. પુગલ એ દ્રવ્ય છે. તેમાં રૂપાદિ ગુણપ રહે છે. ત્રણેય કાળમાં પુદ્ગલ યુગલસ્વરૂપ જ રહે છે. તે જડ મટીને ચેતનરૂ૫ થતા નથી. મૂળભૂત દ્રવ્યો જે આત્મા, પુદગલ, ધર્મારિતકાય, અધર્મારિતકાય, આકાશાસ્તિકાય અને કાળ છે, તેમાં અનુક્રમે ઉપયોગ ગુણ, ગ્રહણગુણ, ગતિકારણુતા, રિતિકારણુતા, અવગાહનકારણુતા અને વર્તમાનકારતા એ સતત રહેતા ગુણ છે. નર-નારકાદિ છવના પર્યાય છે. રૂપરસાદિના પરાવતને એ પુદ્ગલના પર્યાયો છે. (ચાલુ પૃ. 76) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy