________________ હાળ 2/2 ( ધર્મધ્યાનથી નિર્વિકલ્પ ગુણ ઉપજે. ) મૂળઃ– ધર્મશુકલ દોય ધ્યાન પ્રધાન, ઉત્તરોત્તર ગુણધર અનિદાન સારુ ધર્મધ્યાનથી આર્તરૌદ્ર જાય, નિર્વિકલ્પ ગુણ તેહથી સધાય.સા.-૨ ટ - હવઈ છેલ્લાં 2 ધ્યાન પ્રધાન ઈ. ધમ ધ્યાન તે સરાગચારિત્રીનઈ સકામ નિજ રા હેતુ? શુકલધ્યાન તે આત્માને નિરાવરણું થાવાનું. હેડ(ત)ઍ 2 ઉત્તર ઉત્તર પ્રધાન ગુણધારક અનઈ સંસારના કારણે નહીં. ધર્મસ્થાન આવ્યાથી આ 1, રૌદ્ર 2, બિહું જાઇ. નર તિરિ ગતિ મૂલ નિદાન એ ધ્યાનથી ટલઇ. ધર્મધ્યાનથી નિવિક૯૫ ગુણ ઉપજે. બેધિબીજ સુલભ થાઈ, માઠા સંક૯૫ ન ઉપજઈ...૨ શબ્દાર્થ - ધર્મ (ધ્યાન)* ..... શ્રતધર્મ અને ચારિત્રધર્મને અનુસરતું ધ્યાન. શુકલ (ધ્યાન) .. આઠેય પ્રકારના કર્મમલને દૂર કરનાર ધ્યાન. પ્રધાન ... ... ... શ્રેષ્ઠ. ઉત્તરોત્તર ... ... આગળ આગળના ગણધર ....... ...... --- ગુણના ધારક. અનિદાન.... ..... .... કારણભૂત નહીં. (સંસારના કારણ નથી. ) * ઘ– વરઘુરા-ઘમો વસ્તુને સ્વભાવ તે ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, તેથી આત્માનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તે સંબંધી ધ્યાન, વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. આત્મસ્વરૂપમાં પ્રવેશ કર્યા કે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જે જે વિચારો કરવા, જે જે નિર્ણય કરવા, મન ઉપર તે તે સ્વભાવને લગતા સંસ્કારો પાડવા તે ધર્મધ્યાન છે. સારાંશ કે સત્યની ગષણામાં ચેતના પરિણત થાય તેની જે એકાગ્રતા-એ ધમ ધ્યાન કહેવાય છે. ધર્મધ્યાન માટે અનુકૂળતા પ્રમાણે એ વિચાર કરવાથી કે મન આદિનો રોધ કરવાથી સ્વાસ્થપણું-નિશ્ચલપણું પમાય, તો તે તે વખતે ઉપયોગ કરવાનો છે. શુકલધ્યાનમાં મન આદિના નિગ્રહનો ક્રમ છે. શુકલધ્યાન-ચેતનાની સહજ ( ઉપાધિ રહિત ) પરિણતિ તે શુકલધ્યાન કહેવાય છે. શુકલધ્યાન-શુકલ એટલે શુદ્ધ, નિર્મલ–વિભાવ આલંબન વિના, તન્મયરૂપે આત્મસ્વરૂપનો વિચાર. 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org