________________ ઢાળ 1/1 (જૈનશાસનમાં ધ્યાન માટે અનેક યોગમાર્ગો) મૂળઃ આ પરૂપ પ્રગટે જિણ હેતિ, તે દાખું ગુજન ધરી હેતિ, જિનશાસનમાંહિ યોગ અનેક, ભાખ્યા શાસ્ત્રમાંહિ સુવિવેક. 21 ટ :-- આપ રૂપ પ્રગટે એહવા જિનશાસનમાં અનેક યોગ જડાવીને વ્યાપાર તે સઘલાઈ ગુરુહિત કરીનઈ દાખઈ છઇં. તે શ્રી જિનશાસનમાં યોગ પ્રવચન શાસ્ત્રમાં શુ ભલાં વિવેક કરી કહ્યાં છે. 21. શબ્દાર્થ - આપપ ... .. પિતાનું સ્વરૂપ. જિણુ હતિ....... ..... જેના યોગે, જે સાધન વડે. ધરી હેતિ ..... .... હિત ધારણ કરીને, હેતપૂર્વક, પ્રેમપૂર્વક. યોગ ... .... મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ-એગમાર્ગો. સુવિવેક ...... ... સુંદર વિવેકપૂર્વક. ભાવાર્થ :- જે સાધનો વડે પિતાનું વાસ્તવિક સ્વરૂપ લાધે એવા યોગના માર્ગે જિનશાસનમાં અનેક છે અને તે શાસ્ત્રમાં શુભ વિવેચનપૂર્વક તથા હેય અને ઉપાદેયના વિવેકપૂર્વક કહ્યા છે. અને ગુરુજન-સંત મહાત્માઓ તે સઘળાય યોગમાર્ગોને પ્રેમપૂર્વક હિતબુદ્ધિથી સમજાવે છે. જૈનયોગની અનેક શાખાઓ છે-દર્શનોગ, જ્ઞાનયોગ, ચારિત્રયોગ, તપયોગ, સ્વાધ્યાયોગ, ધ્યાનયોગ, ભાવનાયાગ, ગમનયોગ તથા આતાપનાગ વગેરે.... તે ઉપરાંત, અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય-એ યોગના પાંચ ભેદ છે. -હરિભદ્રસૂરિ. ચરણુકરણનુયોગ અને દ્રવ્યાનુયોગ-આત્માને હિતકર બે યોગ છે. સ્થાન, વ, અર્થ, આલંબન અને અનાલંબન-એ યોગના પાંચ પ્રકાર છે. -હરિભદ્રસૂરિ વેગના બીજા પણ અનેક ભેદ છે. એજ રીતિએ તે તે યોગમાં પ્રવેશ કરવા મિત્રા આદિ આઠ દૃષ્ટિ (શુદ્ધ પરિણામજન્ય વિશેષ બધ ) એ પણ યોગ જ છે. આ યોગોની પ્રાપ્તિનું કારણ તે તે અનુષ્ઠાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org