________________ દાળ 1/20 ( ધ્યાનનું ફળ ) મૂળ: દેખે નિજ પર કેરાં રૂપ, જિમ નટ નૃત્ય કરે તો ભૂપ; આપ આનંદમાંહિ તે લીન, શાંત સુધારસમાંહિ અદીન. 20 ટબ - તિવારે પિતાનાં પરનાં સમાનરૂપ જાણ્યાં. જિમ રાજા નટા નવાં નવાં રૂપ નાટિક કરતો સામાન્ય પ્રકાર સર્વનઈ દેખાવઈ. આપ રાજા પિતાના આનંદમાં લીન થાઈ યથા ભાવઈ મુજરા લીઇ જિમ આતમા શાંત સુધારસમાંહિ અદીનપણુ વર્ત. જિમ જિમ ગુણ પ્રગટઈં તિમ તિમ સુધારસ વધઈ. સિદ્ધ પરમાતમાં તિમ સર્વ જીવને ભવ નાટક કરતાં દેખે છઈ 20 શબ્દાર્થ:– નિજ પર કેરાં .... ... પિતાનાં અને પરનાં (પારકાં) ભૂપ... . . . રાજ આપ આનંદમાંહિ ... પિતાના આનંદમાં ( સ્વરૂપમણુતામાં ) શાન્તસુધારસમાંહિ ... શાન્ત નામના અમૃતરસમાં. અદીન ... ... ... દીનતા વિનાને, લાચારી વગર. ભાવાર્થ - તે વખતે પિતાનાં અને પરનાં ( સર્વ જીવોનાં ) સ્વરૂપ સમાન છે તે દેખે. જેમ રાજાની આગળ નાટક કરતો નટ સામાન્ય રીતે તે પિતાનું નાટક બધાને બતાવે છે પણ પિતે મનથી તે રાજાને આનંદ થાય એ ભાવનામાં જ લીન હેય તેમ અહીં પણ પોતે પિતાના આત્માના આનંદમાં લીન થાય અને શાંતસુધારસમાં દીનતા રહિતપણે પ્રવર્તે; અર્થાત્ જેમ જેમ આત્મગુણે પ્રકટ થવા માંડે તેમ તેમ શાન્ત સુધારયની વૃદ્ધિ થાય. વિવરણ:– અહીં શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું હોય છે અને તે કેવી રીતે સમભાવમાં વર્તે છે તે દષ્ટાંતથી દર્શાવ્યું છે. રાજા જેમ નાટક જોયા કરે છે અને તેના હૃદયમાં તે બાબત કોઈ ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org