________________ [65] ઢાળ 1/19 એટલે કે સમાધિ અને ઉપાધિના ભાવ જાણ્યા, સાચું ભેદજ્ઞાન થયું કે આત્મા જ્ઞાનસવભાવ છે અને કર્મ જડસ્વભાવ છે, એવા દેહાધ્યાસને અસત્યભ્રમ હતો તે ટળ્યો અને સમભાવમાં વર્તવા લાગે ત્યારે અષગુણ પ્રકટ્યો. અષગુણ એટલે અરુચિપણનો અભાવ. વિવરણ: દ્રવ્ય પ્રાણ-ઓછા વત્તા પ્રમાણમાં પ્રાપ્ત કરીને આજ સુધી સંસારમાં, તે તે યોનિમાં રખડ્યા કર્યું એટલે જન્મ-મરણ પ્રાપ્ત કર્યા, પણ હવે ઉચ્ચ જાતિ, સદ્ગુરુ વગેરેની સામગ્રી સાંપડતાં વિભાવદશાનો ખ્યાલ આવ્યો. ત્યારે સાધક આત્માની સ્વભાવદશા જ્ઞાન, દર્શન, સુખ, વય, જેને ભાવપ્રાણ કહેવામાં આવે છે, તે સમજવા તરફ વળે છે. એ કારણે સંસારનાં આ સુખ-દુઃખ પ્રત્યે તેને સમભાવ+ પ્રગટ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર 19-91 માં પણ કહ્યું છે કે लाभालाभे सुहे दुक्खे जोविए मरणे तहा / समो निंदा-पसंसासु समा माणावमाणओ // અર્થ–આત્માથી મુનિ લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુઃખમાં, જીવિતમાં કે પ્રશંસામાં અને માન કે અપમાનમાં સમભાવ રાખે છે. શ્રી આનંદઘનજી મહારાજે તેમના શાંતિનાથ ભગવાનના સ્તવનમાં એ જ ભાવ આ પ્રમાણે ગાય છે * સમભાવ-ચિત અને શરીર ઉભયથી પણ પાપાચરણ થાય નહિં. તે સમયે દુઃખથી ઉઠેગ હતો નથી, સુખમાં પૃહા હોતી નથી, પણ માત્ર કમ વિપાકના જ્ઞાનપૂર્વક સર્વત્ર રાગદ્વેષરહિત થયા તે અહંભાવ કે મમતારહિત “સમભાવ' વિદ્યમાન હોય છે. આવી સ્થિતિવાળા જીવને " સ્થિતપ્રજ્ઞ' કે “સમાહિતસત્ત્વ” પણ કહેવામાં આવે છે. આ જીવ સમતામાં અને સ્થિરતામાં દઢ બની એવો સંસ્કારથી વાસિત થાય છે, કે જેથી એના પ્રભાવે વૈરિઓનું વૈર નિવૃત્ત થાય છે, ક્રમશઃ એના સર્વ આવરણને વિલય થાય છે તથા “પરમતત્ત્વને સાક્ષાત્કાર થાય છે. –પારમાર્થિક લેખસંગ્રહ પૃ. 233 * અષગુણવાસ્તવિક અવગુણુ પ્રગટ થયા બાદ જે અનુષ્ઠાન મુક્તિના ઉદ્દેશથી કરતું હોય અથવા તે જે પરંપરાએ મુક્તિનું કારણ બનતું હોય, તે અનુષ્ઠાનને “તહેતુ અનુષ્ઠાન' કહેવામાં આવે છે. અર્થાત- આત્માની સિદ્ધિને માટે જે ક્રિયા-સદનુષ્ઠાન થાય તેને તહેતુ અનુષ્ઠાન કહેવાય છે. –પારમાર્થિક લેખસંહ પૃ. 220 + શક્તિ છતાં સમતા ધારણ કરે છે. એ સમભાવ એ જ આત્મસ્થિરતા છે. cation International For Private & Personal Use Only Jain E www.jainelibrary.org