________________ ઢાળ 1/18 ( ધ્યાનની તાત્તિવક વિચારણા-ચાલુ ) મૂવી - સકલ ઋદ્ધિ સાવરણે જાય, ભાગી બદામ અનંત વિકાય; પુદગલ ખલસંગે દુઃખડામ, મદિરા મેહ થકી ગતમામ...૧૮ ટો - સકલ ઋદ્ધિ જેહની સાવરણઈ કરી ગયા પ્રાય થઈ તિવાર બદામનઈ અનંતમાં ભાગઈ વેચાણે નિગોદ મળે. પુદગલ જે ખલરૂપ દુર્જન તેહના સંગ થકી એ ચેતન દુઃખનું કામ થયું. મેહરૂષ મદિરા થકી ગતમામ–ગતલાજ થયો. જીવ સમાન છ પણિ એક જ્ઞાની એક અજ્ઞાની ઈમ ભેદ પામ્યો...૧૮. શબ્દાર્થ - સાવરણે .. સાવરણામાં, ઝા ડુમાં, વાસીદામાં, કચરામાં. ભાગી... ... ભાગમાં ( અનંતમા ભાગે ) વિકાય... ... વેચાય. ખલસંગે ... દુર્જનની સેબતે દુઃખઠામ ... દુઃખનું ભાજન. મદિરા મેહ. મેહરૂપી મદિરા. ગતમામ ... શરમ વિનાનો, ગતલાજ. ભાવાર્થ - (આત્માની) સઘળી ઋદ્ધિ સાવરણમાં, વાસીદામાં ચાલી ગઈ ( એટલે તે નિર્માલ્ય થયો અને ) ત્યારે તે કુટી બદામના પણ અનંતમા ભાગે વેચાયા. (કારણ કે તે જીવ નિગોદમાં ગયો. ) દુર્જન એવા પુલની સોબતથી આ ચેતન દુ:ખનું ભાજન થયો અને મેહરૂપી મદિરા પીવાથી તે શરમ વિનાને બની ગયો. જીવ સ્વરૂપે બધા સમાન છે. છતાં પણ એક જ્ઞાની અને એક અજ્ઞાની એવા ભેદ પામ્યો. 18. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org