________________ ઢાળ 1/17 ( ધ્યાનની તાત્વિક વિચારણા ) મૂળઃ– છાલી વાટક નાટક ગણું, ક્રોધાદિક દુખ કેતાં ભણું; અનંત જ્ઞાન જે કેવલરૂપ, પરસંગે થયા તેહ વિરૂપ...૧૭. ટબોલ છાલી–બકરી જિમ વાડામાં ઘાલી હુંતી સકલ ભૂમિ પ્રદેશ અવગાહઇ તિમ છણ જીવઈ ચઉદ રાજકરૂપ વાટકઈ ઈમ નાટિક કરતાં અવગાહિઉં છઉં, તિહાં ક્રોધાદિક દુઃખ કેતાં ઈક કહીઈ પિતાનું આમાનું કેવલજ્ઞાન અનંતરૂપ છતું હતું. તેડી પણિ પરકમ્મ સંગથી વિપર્યયરૂપ થયું. જ્ઞાન અજ્ઞાનરૂપ થયું.....૧૭. શદાર્થ - છાલી બકરી. વાટક .... વાડે. કેતાં ભણું. કેટલાં કહું? કેવલરૂ 5.... કેવલજ્ઞાનસ્વરૂપ, પરસગે ... પરની સેબતે, પર એટલે કર્મ, કર્મની સેબતે. વિરૂપ .... વિપર્યયરૂપ, અજ્ઞાનરૂપ. ભાવાર્થ વાડામાં રાખેલી બકરી જેમ સંપૂર્ણ ભૂમિ પ્રદેશને અવગાહે છે, તેમ આ જીવે ચૌદ રાજલોકરૂપી વાડામાં નાટક કરતાં ચૌદેય રાજલકને અવગાહ્યા છે. ત્યાં એણે જે ક્રોધાદિક દુઃખ સહ્યો છે તે કેટલાં ગણાવું? આત્મામાં વિદ્યમાન જે અનંતજ્ઞાન-કેવલજ્ઞાન હતું તે પણ પર (કર્મ)ની સેબતથી વિરૂપ થયું. વિપર્યાયરૂપ થયું એટલે કે તે જ્ઞાન અજ્ઞાનરૂપ થયું. 17. અહીં “અજકુલકેસરી’ ન્યાયના દષ્ટાનથી શ્રી નેમિદાસ સમજાવે છે કે, એક સિંહણનું બચ્ચું (કેસર) બકરીઓના ટોળામાં ઉછેરવામાં આવ્યા પછી કોઈ સિંહની ત્રાડ સાંભળીને બકરીઓની જેમ નાસે છે. પરંતુ જ્યારે તેણે સિંહનું સ્વરૂપ જોયું ત્યારથી તેને ભાન થાય છે કે પોતાનું સ્વરૂપ પણ તેવું જ છે અને તે વિરૂપદશામાંથી સ્વરૂપદશામાં આવે છે. તે પ્રમાણે આમાં પણ કમના બંધનથી વિરૂદશામાં છે એટલે પિતાનું ખરૂં સ્વરૂપ પિછાની શકતો નથી, તેથી તેને તત્વચિંતનની જરૂર રહે છે. અહીં છાલી તે બકરી અને વાટક તે વાડા. છાલીવાટક તે બકરાનું ટોળું અથવા અજકુલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org