SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ 1/16 ( ધ્યાનની પ્રાથમિક વિચારણા ) મૂળ - પ્રથમ વિચાર કરે એહ, ભવસુખ દુઃખદાઈ કેહવો; જે પુદગલમ્યું પરિણતિ કરી, તેહ થકી ચ્યારે ગતિ ફિરી..૧૬ બો - - તિહાં ચિત્તમાં પહિલ ઈમ વિચાર કરઈ. ભવ-સંસારનાં સુખ તે સર્વ દુઃખદાઈ છઈ. જે એણઈ આતમાઈ પુલની સંગતિ પરિણતિ કરી, તેહ થકી આરઈ ગતિમાં ફિરવું કહ્યું....૧૬. શબ્દાર્થ - ભવસુખ .... .... સંસારના સુખે. દુઃખદાઈ ... ... દુઃખ આપનારાં પરિણુતિ ..... .... સંગતિ, સેબત, દેરતી. ચારે ગતિ ફરી. ચારેય ગતિમાં પરિભ્રમણ કર્યું. ભાવાર્થ - તે ધ્યાતા પ્રથમ મનમાં એ વિચાર કરે કે સંસારનાં સઘળાં સુખ તે દુઃખ આપનારાં છે. આ આમાએ પુદ્ગલ સાથે સંગતિ કરી તેથી અત્યાર સુધી તેણે ચારે ગતિમાં પરિભ્રમણ કર્યું. વિવરણ: સાધકે પ્રથમ એ વિચાર કરવાનો છે કે આ સંસારનાં સુખે વાસ્તવિક રીતે પરિ. ણામે દુઃખદાયી છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એ ચારે પ્રકારની ગતિમાં જીવને પરિભ્રમણ કરવું પડે છે, તે આત્માની પુદ્ગલ સાથેની સંગતિનું પરિણામ છે, એટલે કે આત્મા કર્મરૂપ પુગલ સાથે જોડાય તે જ ચાર ગતિમાં તે ફર્યા કરે છે......૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy