________________ ઢાળ 1/14 ( માતા અને ધ્યેય ) મૂળઃ– થિર કરી રાખ્યું જે ઉપયોગ, કરતો તત્વતણે આભોગ; આતમસાર તે ચિત્તમાં ઘરે, ઈણિ વિધિ પરમાતમપદ વરેં..૧૪ ટઓ :- થિર પરિણામ રાખીનઈ જે જ્ઞાનાદિકના ઉપયોગ રાખઇ, અનઈ વલી તત્ત્વાદિકને આગ કહતાં વિરતારને ગવેષી હેઈ. આત્માનો સાર જે કારરૂપ પંચ પરમેષ્ઠી ચિત્તમાં ઘરઈ. ઈમ અભ્યાસ કરતે હતો પરમાતમ પદ પામઈ. 14 શબ્દાર્થ - થિર કરી . સ્થિર પરિણામ રાખીને. ઉપગ .... જ્ઞાન આદિને વ્યાપાર. કરતે..... .... શોધતે. શોધનારો. તત્વતણે આગ .... તવાદિને જ વિસ્તાર - નો ગવેષી–ગવેષણ કરનારો. આતમસાર.... આત્માને સાર - ઋારરૂપ પંચપરમેષ્ટિ ઈણિ વિધિ.. આ પ્રકારે ( અભ્યાસ કરતે ) પરમાતમપદ વરે–પરમાત્મપદ સુધીની સિદ્ધિ મેળવી શકે છે. ભાવાર્થ - જે સાધક આધ્યાત્મિક પરિણામ સ્થિર રાખે અને જ્ઞાન આદિના વ્યાપારપૂર્વક તત્ત્વની વિસ્તારથી ગવેષણ કરે અને આત્માને સાર એટલે પંચપરમેષ્ઠિરૂપ કારનું ધ્યાન કરે તે પરમાત્મપદ (સુધી)ની સિદ્ધિ મેળવી શકે છે...૧૪ + આતમસાર—શ્રી જયશેખરસૂરિ તેમના ત્રિભુવનદીપક પ્રબંધ (પૃ. 48 ) નામની કૃતિમાં પરમાનંદની સિદ્ધિ મેળવવા વિષે આ પ્રકારે જણાવે છે - " એક અક્ષર એક અક્ષર અછઈ ૩ૐકાર, તિણિ અક્ષર થિર થઇ રહેલ પામહ પરમાનદ ...16 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org