________________ ઢાળ 1/12 (ધ્યાતાની ગ્યતા) મૂળ:– ગુર વિનયિ નૈ શ્રત અનુયાય, ગુણપક્ષી ને મનિ નિરમાય; ઔદાસિન્યપર્ણિ ભવભાવ, સે પણિ નવિ ચિત્ત જમાવ...૧૨ ઢબે - હવઈ ધ્યાનને ધરણહારે કે જેઈઈ તે કહઈ છઈ-ગુરુજનને વિનયી, વિનયીભક્તિ બહુમાન પ્રેમવંત જેઈઈ. શ્રત શાસ્ત્રાનુસારી ક્રિયાવાન જેઈઈ. ગુણધર્મ પ્રિયતાદિ ગુણનો પક્ષપાતી જેઈઈ. વલી મનિ નિરમાથી નિઃકપટી-ઉદાસભાઇ સંસારના ભાવ સેવઈ. અતિ ચધતા પણિ નહી. આશ (સોક્તપણિ વિષયાદિ વ્યાપાર ચિત્ત જમાવ કરી ન સેવઈ. વ્યસનરૂપ ન થાઈ....૧૨ શબ્દાર્થ:– ગુરુવિનયી..ગુરુજનોન-વડિલને વિનય (ભક્તિ બહુમાન કે પ્રેમ) કરનારો. શ્રત અનુયાય..શાસ્ત્રને અનુસરનારી ક્રિયા કરવાવાળા. ગુણપક્ષી...................ધર્મપ્રિયતા આદિ ગુણોને પક્ષપાત કરનારો. મનિ નિરમાય...મનથી નિષ્કપટ-કપટ વિનાને. દાસિન્યપણે...ઉદાસીનપણે, રાગદ્વેષ રહિતપણે. ભવભાવ ....સંસારના ભાવને. ચિત્ત જમાવ....મનમાં તેની જમાવટ, આસક્તિ, અતિગૃધ્રતાપણું. ભાવાર્થ - તે ધ્યાતા(૧) ગુરુજનોને વડિલોને-વિનયી હેય એટલે તેમની ભક્તિ બહુમાન કે પ્રેમ કરનારે હેય. (2) શાસ્ત્રને અનુસારે ક્રિયા કરનારો હોય. (3) ધર્મપ્રિયતા આદિ ગુણો તરફ પક્ષપાતવાળે હોય. (4) મનથી નિષ્કપટ હોય, દંભી ન હોય. આ આત્મા સંસારના ભાવોને ઉદાસપણે સેવે એટલે કે તે સંસારને સેવે તે પણ અનાસક્તભાવે સેવે. * સરખાવો: સમ્યગદષ્ટિ છવડે, કરે કુટુંબ પ્રતિપાળ; અંતરથી ન્યારો રહે, જ્યમ ધાવ ખેલાવત બાળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org