________________ ઢાળ 1/9 (અરિહંતાદિ શુદ્ધાત્માના ધ્યાનનું સ્વરૂપ) મૂકી:– અરિહંતાદિક શુદ્ધાતમા, તેનું ધ્યાન કરે મહાતમા; કર્મકલંક જિમ દૂરિ જાય, શુદ્ધાતમ દયાને સુખ થાય...૯ ટો :- અરિહંતાદિક પદ તે શુદ્ધાતમા કહી. અરે મહાતમા મહાપુરુષ તેહનું જ ધ્યાન કરે. તિમ (જિમ) સ્વકૃત કર્મને મલ તે અલગે થાઈ. નિરાવરણ શુદ્ધાતમાને પરમ નિરાબાધ સુખ થાઈ તે કહે છઇં... શબ્દાર્થ - શુક્રાતમા........શુદ્ધ આત્મા. મહાતમા.......... હે! મહાત્મા પુરુષે. કર્મકલંક..............કર્મરૂપી મલ. દૂરિ જાય.........હર થઈ જાય-વિખૂટો પડે. ભાવાર્થ:– અરિહંત આદિ પદ તે શુદ્ધાતમા (શુદ્ધાત્મા) છે. હે મહાત્મા પુરુષ! તમે તેનું જ ધ્યાન કરો, જે કરવાથી તમારે કર્મરૂપી મલ દૂર થાય અને શુદ્ધાત્માને ધ્યાનથી તમારો આત્મા નિરાબાધ સુખ પામે...........૯ વિવરણ: તે ઉપાય (સુલભ અને સરળ ઉપાય) તે જગદગુરુ શ્રી અરિહંતદેવની અથવા પંચપરમેષ્ઠિરૂપ ગુરુપંચકની કૃપા અથવા અનુગ્રહ છે–તે શુદ્ધાત્માને ધ્યેય કરવાથી તેમના પ્રભાવે ધ્યાન આપોઆ૫ અને સહજ થાય છે. સાધક જે ભૂમિકા ઉપર હોય ત્યાંથી તેની આધ્યાત્મિક માર્ગે પ્રગતિ થવા માંડે છે. ગુરુકૃપાથી જાગેલી આંતરશક્તિ સાધકના મનને જ્યાં સ્થિર થવાની જરૂર છે ત્યાં સ્થિર કરવામાં મદદ કરે છે અને તેને લીધે સાધક જાતે જ ધ્યાનની પિતાને અનુકૂળ પદ્ધતિ અપનાવે છે અને સુખ પામે છે....૯ 7 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org