________________ [48] ઢાળ 18 દઢ પ્રતીત...દઢ પ્રતીતિ, પ્રતીતિપૂર્વક ધારવું. ચિતન.. વિચાર. અનુમાન.............અનુમાને કરી પ્રત્યક્ષ-ગમ્ય કરવું-વિચિંતન કરવું. અવભા સમાન થતું હોય તેમ વિચારવું. ભાવાર્થ :- - જ્યારે પુદ્ગલ તેનાથી (આત્મદ્રવ્યથી) વિલક્ષણ એટલે તદ્દન જુદુ અને રૂપી છે. આત્મદ્રવ્ય એ ચેતનરાજ છે. આત્મદ્રવ્ય વિશે (નિત્યપણુ શુચિપણું અને આત્મપણાની બુદ્ધિરૂપ) જ્ઞાન, તેનું જ ધ્યાન, તેને પ્રત્યક્ષગમ્ય કરે તેવું ચિંતન, અનુમાન અને તેને જ દઢ પ્રતીતિ× વડે ધારવું. વિવરણ: નિજ સ્વરૂપની વિચારણા કરતાં પહેલાં મનને નિર્વિકલ્પ કરવા માટે સાધકે કઠેર પરિશ્રમ કરવો પડે છે. જુની ટેવ અનુસાર ભટકતા ચંચળ મનને ખેંચીને અંતર્મુખ કરવા માટે દઢ સંક૯૫ શક્તિ અને ખૂબ ધર્યની તેને જરૂર પડે છે. આ અભ્યાસ દરમિયાન મન અને ઈચ્છા શક્તિ વચ્ચે સતત સંઘર્ષ થયા જ કરે છે. સાંસારિક પદાર્થો પ્રત્યેની પિતાની આસક્તિ છોડી દઈ અંતરાત્મા પ્રતિ અભિમુખ થવા માટે મનને ઘણે સમય લાગે છે. ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ સાધકને સફળતા ન મળે તે તેને માટે ધ્યાન નિરસ અને કંટાળાજનક બને છે. આવા સંજોગે માં પ્રશ્ન ઉભું થાય છે કે સાધકને ઓછો પરિશ્રમ લાગે એ ધ્યાન કેઈ માર્ગ છે ખરો? સહજ યાનને એક સુલભ ઉપાય અવશ્ય છે અને તે સરળ પણ છે..................૮ * પ્રત્યક્ષગ જેમ ચિતારો ચિતરતે હેય તેમ હળવે હળવે કોઈ આકૃતિનું ચિત્ર હદયપટ પર ચિતરવું, આલેખવું અને અનુભવવું. આ આકૃતિ સ્પષ્ટપણે સાધક દેખતો હોય તેટલી પ્રબળ કલ્પનાથી મનમાં આલેખે અને તેના ઉપર મનને સ્થિર કરી રાખે. આને વિચિંતન પણ કહે છે. 1 x દેડ આત્માથી ભિન્ન છે. દેહ જડ વસ્તુ છે. આમાં કેવળ ચિતન્ય સ્વરૂપ-જ્ઞાન સ્વરૂપ છે. આટલી વાત સામાન્ય રીતે તો સૌ કોઈ જાણે છે. પરંતુ જ્ઞાન શબ્દની સાથે “દઢ પ્રતીત' શબ્દ છે. તો તેનો અર્થ પણ સમજવાનું છે. જ્ઞાન અને પ્રતીતિ જ્યારે સાથે થાય ત્યારે તે જ્ઞાનને અનુભવજ્ઞાન કહેવામાં આવે છે. અનુભવજ્ઞાનનું ફળ વીતરાગપણું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org