________________ [45] ઢાળ 1/7 સમ્યગદર્શન અને આસ્તિયને મહિમા સાત પદાર્થો ઉપર શ્રદ્ધારૂપ આત્મપરિણતિની વ્યાપ્તિ તે “તત્વાર્થ શ્રદ્ધાન” તે જ્યારે સમ્યક્ત્વ હેય ત્યારે જ પ્રગટે છે, જેથી વસ્તુતઃ શ્રદ્ધાન એ સમ્યક્ત્વનું કાર્ય છે, તે પણ તેમાં સમ્યફવરૂપ કારણને ઉપચાર કરીને તેને સમ્યફવા કહેવામાં આવ્યું છે. સમ્યગ્દર્શનના લક્ષણમાં મૂકાયેલ “તત્ત્વ' શબ્દથી કેવળ અર્થથી “ગઢા” એ સમ્યગદર્શનની વ્યાખ્યા નથી, પરંતુ “તસ્વાર્થત્રદ્ધાન' તરૂપ અર્થોની-પદાર્થોની શ્રદ્ધા એટલે જે જે પદાર્થો તસ્વરૂપ છે, વાસ્તવિક રીતે પોતાના સ્વરૂપમાં રહેલ છે, તે તે જવ, અજીવ, પુષ્ય, પાપ વિગેરે અને સ્વીકારવારૂપ શ્રદ્ધા. આ સમ્યગ્ગદર્શનનું ફલદર્શક લક્ષણ છે, એટલે કે-સમ્યગદર્શનના ફળને દેખાડવાવાળું-પમાડવાવાળું આ લક્ષણ છે. તત્વરૂપ અર્થોની શ્રદ્ધા એ પણ સ્વયં સમ્યગુદર્શનરૂપ નથી કે સમ્યગદર્શનનું સ્વતંત્ર સ્વરૂપ નથી, મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષય, ક્ષયોપશમ યા ઉપશમથી તેવા પ્રકારની જાગૃતિ પામે છે, તેને “સમ્યગદર્શન ' કહેવાય છે. તેનું બાહ્ય ચિન્હ-કાર્યરૂપ લિંગ તત્વાર્થ શ્રદ્ધા છે. માન્યતા અને શ્રદ્ધાનમાં ફરક સમજવાનું છે. માન્યતા એ નીચી કોટિની વસ્તુ છે, જ્યારે શ્રદ્ધાન એ માન્યતાને પરિપાક હોવાથી ઉંચી કોટિની વસ્તુ છે. માન્યતા એ મનુવ્યના અમુક પ્રકારના મનને ભાવ જ સૂચવે છે, જ્યારે શ્રદ્ધાન મનુષ્યના આત્મા ઉપર અજવાળું પાડનાર દિવ્ય પ્રકાશ છે. શ્રદ્ધાનનો ઉદય થતાં જીવ અને દેહનું આત્મરૂપશ વિવેકજ્ઞાન કુરી ભેદજ્ઞાન થાય છે. એ ભેદજ્ઞાનનું થવું એ જ “સવૅગદર્શન” કહેવાય છે. જેવી આસક્તિપૂર્વકની માન્યતા પોતાના શરીર ઉપર અને માતા, પિતા તથા સાંસારિક વસ્તુઓ ઉપર હોય છે, તેવી અડગ માન્યતા આત્મા અને શરીરની ભિન્નતા ઉપર બંધાય ત્યારે તેને શ્રદ્ધાન થયું કહેવામાં આવે છે. ચતુર્થ ગુણસ્થાનકનું જે ગૌરવ શાસ્ત્રમાં બતાવ્યું છે, તે આવી શ્રદ્ધાને અવલંબે છે. જ્યારે તત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ ઉપજે, ત્યારે તેને મોક્ષની અભિલાષા-સાચે મુમુક્ષભાવ હોય છે. ચોથા અને ચૌદમાં ગુણસ્થાનકની શ્રદ્ધા એક જ છે. માત્ર તેમાં જ્ઞાન અને વર્તનમાં ફેર છે. સર્વ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે. સાચે મુમુક્ષભાવ આવ દુષ્કર છે, તે અનંતકાળથી અનભેસ્ત મુમુક્ષતા માટે તેમ હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી. સમ્યગદર્શનના શમ-સંવેગાદિ જે પાંચ લક્ષણને નિર્દેશ કરવામાં આવ્યો છે, તે પાંચે ય (શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય) લક્ષણે યદ્યપિ સમકિતવંત આત્મામાં હોવા જ જોઈએ, તથાપિ શમ-સંવેગાદિ પ્રથમના ચાર લક્ષણે કદાચ કેઈ તેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org