________________ ઢાળ 17 ( નિજરવરૂપની દ્રવ્ય, ગુણ, પર્યાયથી વિચારણા.), મૂળ - અસંખપ્રદેશી નિજ જિઉ દ્રવ્ય, દર્શન જ્ઞાન ચારિત્ર ગુણ ભવ્ય; પજવ તેહને અનંત અનંત, નિજ સરૂપ જાણે તે સંત.......૭.... ટો :-- અસંખ્યાતપ્રદેશી જે પિતાને જીવદ્રવ્ય છઇં તેહિ જ વિચારઈ દર્શન, જ્ઞાન, ચારિત્રના ગુણ ભવ્ય ભલા જેહનઇ વિષઈ જઈ તે એકેકા ગુણનઈ વિષઈ અનંત અનંત પર્યાય છે. દ્રવ્ય સાથઈ અવિનાભાવી છઈ. એહવા સ્વરૂપને આતમદ્રવ્યને જાણ તે સંત ઉત્તમ....૭... શબ્દાર્થ - અસંખપદેશી.......અસંખ્યાત પ્રદેશવાળે. જિઉ દ્રવ્ય.................આત્મારૂપી દ્રવ્ય, અન્વય. ગુણુ ભવ્ય................દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી ભવ્ય-શ્રેષ્ઠ ગુણો. અન્વયને આશ્રિત રહે તે ગુણ. પજવ......................પર્યાય, અન્વયના વ્યતિરેકે (ભેદ). પર્યાય. દ્રવ્ય સાથે અવિના ભાવી સંબંધથી રહે છે. સંત........ ............ઉત્તમ, પંડિત. ભાવાર્થ - પિતાના આત્માનો વિચાર (આરાધક) કરે કે તે (1) દ્રવ્યથી–અસંખ્ય પ્રદેશ છે, કારણ કે દ્રવ્ય અસંખ્ય પ્રદેશવાળું છે. *જ્ઞાનસારના જ્ઞાનાષ્ટકમાં આ વિચાર નીચે પ્રમાણે દર્શાવાયો છે - પિતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં, પોતાના શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણમાં અને પિતાના શુદ્ધ અર્થ અને વ્યંજન પર્યાયમાં ચર્યા–પરિણતિ શ્રેષ્ઠ છે. પર દ્રવ્ય તેના ગુણ પર્યાયમાં પરિણામ ગ્રહણ અને ઉત્પત્તિરૂપ ચર્યા–પરિણતિ અન્યથા છે-શ્રેષ્ટ નથી–સા. સા. પ્ર. 31 (ત્રિકાશવર્તી પર્યાય તે વ્યંજન પર્યાય, જેમ માટી વગેરે પર્યાય, વર્તમાનકાલવર્તી સૂક્ષ્મ પર્યાય તે અર્થ પર્યાય. જેમ તક્ષણવર્તી ઘટાદિ પર્યાય તથા આત્માના કેવલજ્ઞાનાદિ શુદ્ધ વ્યંજન પર્યાય અને તત્કાલવતી કેવલજ્ઞાનને પ્રવેગ વગેરે અર્થપર્યાય.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org