________________ [42] ઢાળ 1/6 વિવરણ: અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રણીત ધર્મ આ ચાર પ્રકારના શરણે પ્રત્યે સાધકને અનન્ય ભક્તિ અને પ્રીતિ થાય છે. તેને અનુકૂલ અને પ્રતિકૂલ વસ્તુ પ્રત્યે સમભાવ પ્રગટે છે અને ગમ કે અણગમાનું તત્ત્વ ઘટતું જાય છે, તે એટલે સુધી કે “વાસીચંદન ક૯૫” જેવી મુનિદશા પ્રાપ્ત થાય ત્યારે સાધકને ભવ અને મોક્ષ, સુખ અને દુઃખ અનેમાં એક સરખે ભાવ રહે છે. અહીં દષ્ટાંત આપ્યું છે કે, યુદ્ધમાં નાગ એટલે હાથી જેમ પરિણામની દરકાર રાખ્યા વિના સંપૂર્ણ સેવા આપે છે તેમ સાધક આ સંસારમાં વિષય અને કષાયના ચાલી રહેલા તુમુલ યુદ્ધમાં નિર્ભયપણે અને સમભાવે પૂર્વ સંસ્કારપ્રેરિત બાઘજીવનચર્યા ચાલુ રાખે છે. અહીં સંસારી જીવન માટે જે ઉદાસીનતા રહે છે તે સમ્યકૃતવ પ્રગટ્યા વિના થાય નહીં...૬ છે . શરણ–સવથા પરા–રસિક હોવાથી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી જગતના જીવો તેમનું શરણ અંગીકાર કરે છે તેથી શરણરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org