________________ ઢાળ 1/6 (પૂર્વદર્શિત સ્થિતિ થતાં શું થાય?) મૂળ:– ચાર શરણમ્યું લાગે રાગ, જાણે એહથી થયે વડભાગ સુખ દુઃખ આવ્યે સમ મનિ લાગિ, વેદે જિમ નવિ રણમેં નાગ...૬ ટબો અરિહંત 1, સિદ્ધ 2, સાધુ 3, કેવલી પ્રણીત ધર્મ ૪-એ થારના શરણ ઉપરિ રાગ થાઈ. મનમાં હર્ષ ધરઇ. જે હું મેટે વડભાગ્ય જે હું એ પામ્ય. તિવારે તે કેહ થાઈ તે કહે છઈ. સુખ દુખ આવ્યઈ મનમાં વેદઈ નહી. જિમ નાગ-હાથી સંગ્રામમાં મનમાં વયરી થકી ભય ન પામઈ તિમ... શબ્દાર્થ ચાર શરણમ્યું લાગો રાગ–અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રણીત ધર્મ એ “ચાર ના શરણ ઉપર રાગ થશે. તેથી મનમાં હર્ષ થશે. થો વડભાગ.............. ..હુ બહુ ભાગ્યશાળી થયો. સમ મનિ લાગિ..................... સુખ અને દુખ મનમાં સમ–એક સરખાં લાગે. વેદે નવિ........................... વેદે નહીં. રણમેં........... ....સંગ્રામમાં. નાગ...... ....હાથી. ભાવાર્થ - પૂર્વદર્શિત સ્થિતિ થતાં શું થાય તે કહે છે - (1) અરિહંત, (2) સિદ્ધ, (3) સાધુ અને (4) કેવલી પ્રણીત ધર્મ-એ ચાર શરણ પ્રત્યે રાગ પ્રગટે. (અરિહંત-સિદ્ધ એ જ સાચા દેવ છે, જિનેશ્વરના સાધુ એ જ સાચા ગુરુ છે અને કેવલિપ્રણત ધર્મ એ જ સાચો ધર્મ છે-તે જ સત્ય છે, તે સિવાય બીજું કાંઈ સત્ય નથી-એવા ભાવથી સ્વીકારે.) અને તે (સમ્યક્ત્વ પામેલો જીવ) એમ માને કે “હું બહુ જ ભાગ્યશાળી છું કે આવું શરણ પામ્યો.” સુખ અથવા દુઃખ જે કાંઈ ઉપસ્થિત થાય તેને તે સમભાવથી ભગવે. જેમ હાથી સંગ્રામમાં દુમનથી ભય પામતું નથી તેમ તે આત્મા પણ દુઃખથી ભય પામે નહીં અને તેને સમતાથી વેદે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org