________________ [35] ઢાળ 1/3 શુભસંક૯પ...ઈચ્છાને સિદ્ધ કરવાની જેનામાં શક્તિ હોય તેમને જ શુભ મને વ્યાપાર રૂપ સંક૯પને આવિર્ભાવ થાય છે. ભાવાર્થ - તેને (શુદ્ધાત્માને) જાણવાનું વિજ્ઞાન તે કહે છે - વચન, વિવેક અને વિનયની શુદ્ધિ કરવાથી મિથ્યામતિનો નાશ થાય અને તે નાશ થતાં શુભ સંક૯૫ પ્રગટે અને તે દ્વારા ચિત્તમાં સર્વ પ્રથમ શુદ્ધાત્માનું જ ધ્યાન શરૂ થાય. ( વિજ્ઞાન એ પ્રજ્ઞાષ્ટક પૈકીનો પાંચમો ગુણ છે.) વિવરણ: “વચન” એટલે આમ વચનમાં વિશ્વાસ, શાસ્ત્રમાં અનુરાગ, શ્રદ્ધા કે સમ્યગ્દર્શન. વિવેક” એટલે સત્ય અને અસત્યની પરીક્ષા કે ઉપાદેય (કર્તવ્ય) અને હેયની (અકર્તવ્યની) સમજણ એટલે સમ્યજ્ઞાન. વિનય " એટલે જ્ઞાન આદિ મોક્ષ સાધનની યથાવિધિ આરાધના-સમ્યફ ચારિત્ર. સમ્યગુદર્શન જ્ઞાન અને ચારિત્ર એ ક્ષમાગે છે તેનું અનુસરણ વચન, વિવેક અને વિનયની શુદ્ધિથી થાય છે. આવા તત્વવિષયક જ્ઞાનને વિજ્ઞાન (ગુણ) કહે છે. તેના અવલંબનથી પ્રજ્ઞાષ્ટકના પ્રથમ ચાર ગુણો-શુશ્રષા, શ્રવણ, ગ્રહણ અને ધારણનું દઢીકરણ થાય છે. અને તેથી મિથ્યાવને પરિહાર થાય છે. આ અનુભવલીલાનું પ્રથમ સ્થાન છે.* *આ પ્રમાણે આધ્યાત્મિક જીવનની આરાધનાનું પ્રથમ અને આવશ્યક અંગ સમ્યગ્દશન-જ્ઞાનચારિત્ર રૂ૫ છે, તે સાધકને પ્રાપ્ત થાય ત્યારે નિશ્ચય-બુદ્ધિ ઉપજે અને ઉપાદેય તરીકે શુદ્ધ આત્માનું ધ્યાન કરવાનું સાંપડે. (દર્શન) મોહનો ત્યાગ પછી (જીવ) આત્મા આત્માને વિષે (આત્મામાં) આત્મા વડે આત્માને જે જાણે, ( એ જાણવું ) તે જ તેનું ચારિત્ર છે, તે જ જ્ઞાન છે અને તે જ દર્શન છે. કહ્યું છે કે.-- आत्मानमात्मना वेत्ति मोहत्यागाद् यदात्मनि / तदेव तस्य चारित्रं तज्झानं तच्च दर्शनम् // –જ્ઞાનસાર, પૃ. 77 વિવેકવાન-આત્મા આત્માને, આત્માએ કરીને આત્માને માટે આમાથી આત્માને વિષે જાશે, તે છ કારક છે. એ કારક જેને સાધકપણે પરિણમ્યા છે, તે મહાભાગને જડ-વિષમ એવા અવિવેકરૂપી જ્વરની સાથે આસક્ત થવાનું કયાંથી હોય ? સંસારમાં શરીર, આમા અને આદિ શબદથી વચન, ચિત્ત. ચતન્યાદિનો અવિવેક-અભેદ એ સદા સુલભ છે. તે દેહાત્માનું ભેદપરિજ્ઞાન–આત્માની એકતાને નિશ્ચય કોટિ જન્મ વડે દુર્લભ છે. સંસારમાં બધાય ભવસ્થ છો શરીર અને આત્માની અભેદવાસનાથી વાસિત જ છે. ભેદ-જ્ઞાની કોઇક જ હોય છે. એવા ભેદજ્ઞાની તે જ વિવેકવાન કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org