________________ ઢાળ 13 (શુદ્ધ આત્માને કેમ જાણે?). મૂળ - વચન વિવેક વિનય સુ (શુ) દ્ધિ કરી, તિણથી મિથ્યામતિ અપહરી; 1 વચન, વિવેક, વિનય-અધ્યાત્મમાર્ગ બતાવે તે “અધ્યાત્મવચન' છે. જે વચન એકાંત આત્મહિને જ અર્થે પ્રવર્તે છે. જે વચન રાગ-દ્વેષાદિક વિકારવર્જિત શ્રી વીતરાગદેવની અમૃતમય વાણીના અનુવાદક હોય છે, જે વચન જ્ઞાન કે ક્રિયાને એકાંત પક્ષ ખેંચતા નથી જે વચનથી જ્ઞાન અને ક્રિયાને સાથે જ પુષ્ટિ મળે છે અને જે વચન વડે શુદ્ધ સમજપૂર્વક શુદ્ધ ક્રિયા સેવવા જ પ્રવર્તાય છે. તેનું નામ " અધ્યાત્મવચન' કહી શકાય છે. જેમ પંખી બે પાંખ વડે જ ઉડી શકે છે અને રથ બે ચક્ર વડે જ ચાલી શકે છે, તેમ “અધ્યાત્મ પણ શુદ્ધ જ્ઞાનક્રિયાના સંમેલનથી જ પ્રવર્તે છે. તે વિના અધ્યાત્મ કહી શકાય જ નહિ. વરતુતવની સમજ મેળવી હિતાહિતના યથાર્થ વિવેક કરી, જે સ્વહિત સાધનમાં વિનયપૂર્વક પ્રવૃત્ત થાય છે અને અહિત કાર્યથી નિવૃત્ત થાય છે, તે જ અંતે સ્વ-ઈષ્ટ્રસિદ્ધ કરી શકે છે. તે વિના એકાંત જ્ઞાન કે ક્રિયાના પક્ષમાં પડી સ્વ-પરને ભારે નુકશાનીમાં ઉતરવાનું બને છે. 2 મિથ્થામતિ અપહરી-દર્શનમોહનનિરાસ-સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે જ્ઞાનાવરણીયકમને - પશમ સાક્ષાત પ્રધાન હેતુભૂત થતો નથી. સમ્યક્ત્વવાળાને જ્ઞાનાવરણીયકમનો ક્ષયપશમ જેટલા પ્રમાણમાં હોય છે તેટલા પ્રમાણને ક્ષપશમ મિશ્વાદષ્ટિએમાં પણ હોય છે. એ માટે “સખ્યપ્રાપ્તિનું મૂળ કારણ દર્શનમોહન નિરામ છે.' ખાસ પ્રજ (ભૂત આત્મ વિગેરે પદાર્થોમાં ભાન્તિ ટળી જવી એ દશનમાહના નિરાસ ઉપર આધાર રાખે છે અને એનાથી સમ્યક્ત્વનો આવિર્ભાવ થાય છે. આવી રીતે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં સાધારણ રીતે સંજ્ઞી પંચેન્દ્રિમાં જ્ઞાનાવરણનો જેટલો ક્ષયપશમ હોય છે, તે કરતા વધુ જ્ઞાનાવરણના ક્ષયોપશમની આવશ્યકતા હોતી નથી, કિન્તુ ઉપર કહ્યું તેમ બ્રાન્તિનિરાસની જ અગત્યતા છે. જો કે સર્વથા બ્રાતિને નિરાસ કૈવલ્યદશામાં થાય છે. પણ કેટલેક અંશે મુદ્દાની બાબતમાં બ્રાન્તિ ટળી ગઈ હોય તો ક્રમશઃ સર્વ બ્રાતિરહિત એવી ઉચ્ચ સ્થિતિ ઉપર આવવું સહેલ થઈ પડે છે. જેમ વસ્ત્રને એક છેડે સળગતા ક્રમશઃ તે આખું વસ્ત્ર બળી જાય છે, તેમ અમબ્રાન્તિનું આવરણ એક દેશથી ખર્યું એટલે તે સર્વથા નષ્ટ થવાને ચાગ્ય થઈ જાય છે. જેમ બીજનો ચંદ્ર કમશઃ પ્રણ"તા ઉપર આવે છે, તેમ બ્રાતિના આવરણને અંશ નષ્ટ થતાં જે બીજજ્ઞાને પ્રગટ છે. તે ક્રમશઃ પ્રણ તા ઉપર આવી જાય છે. એ કારણે સમ્યફ એ ખરેખર મેક્ષવૃક્ષનું બીજ છે અને તેનું મુખ્યતયા મૂળ કારણ ' દર્શનમોહન નિરાસ” એ જ છે. ભગવાન તત્ત્વાર્થ સૂત્રકારે જણાવ્યું છે કે–તરવાશ્રદ્ધાનં સભ્યપૂનમ્’ યથાર્થ ૩૫થી પદાર્થોને નિશ્ચય કરવાની જે રુચિ તે સમ્યગદર્શન છે. જગતના પદાર્થોને યથાર્થરૂપથી જાણવાની રુચિ સાંસારિક અને આધ્યાત્મિક બને પ્રકારના અભિલાષાથી થાય છે. ધન, પ્રતિષ્ઠા આદિ કોઈ સાંસારિક વાસના માટે જે તત્વજિજ્ઞાસા થાય છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org