________________ [3] ઢાળ 1/2 જેણે ગને ધારણ કર્યો નથી, મમતા હણી નથી, સમતાનો આદર કર્યો નથી અને તવ જાણવાની ઈચ્છા કરી નથી, તે પુરુષનો જન્મ શાસ્ત્રકાર નિરર્થક કહે છે. - સમતાનો સામાન્ય અર્થ એ જ કે-ગમે તેવા અનુકૂળ-પ્રતિકૂળ સંજોગો પ્રાપ્ત થાય, તે પણ મનને એક સરખી રીતે પ્રવર્તાવવું અને સર્વ જીવ-અજીવ વસ્તુઓ તરફ રાગવેષને અભાવ હવે તે. જિજ્ઞાસા અને તાવિક વિવેક એ બને મમતાનો નાશ કરનારા છે. પ્રિય અને અપ્રિય લાગવાને આધાર પિતાની બુદ્ધિ ઉપર છે. વસ્તુતઃ જોઈએ તો મમતાને વશ થવાથી જ અષ્ટાદશ પાપ સેવવામાં આવે છે. કોઈપણ વસ્તુમાં જે અહંવની સૂકમ કલપના પણ ન ઉઠે, તે ખરેખર આત્મા સમતાને પરિપૂર્ણ ધારણ કરી શકે. મનમાંથી પર વસ્તુઓ પ્રત્યે મમતાની વાસનાઓ દૂર કર્યા વિના બાહ્ય પદાર્થો સાથેનો સંબંધ છૂટતું નથી. બહિર્મુખવૃત્તિને જે જે અંશે નાશ થાય છે, તે તે અંશે અંતર્મુખવૃત્તિ પ્રગટ થતી જાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પોતાના અધિકાર પ્રમાણે અંતર્મુખવૃત્તિને આદર કરવો જોઈએ. : કે A S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org