________________ [30] ઢાળ 1/2 કૃત્વની પ્રાપ્તિ માટેની જિજ્ઞાસા ઉદ્દભવે છે–મૂળગત આધ્યાત્મિક મિથ્યાજ્ઞાન, વિપર્યાય કે ભ્રમને નિવારવાની જિજ્ઞાસા થાય ત્યારે તે પરિપૂર્ણ કરવાનું એક માત્ર ઉપાય તરવના બેધમાં છે. અથવા તે યથાર્થ સ્વરૂપને સમજવાની ઉત્કટ ઇચછામાં (જિજ્ઞાસા-શુશ્રષામાં) છે. ચિન્ય તત્ત્વમાં લીન કે એકાગ્ર થયા સિવાય આવું ભાન કદી લાધતું નથી. તેથી જ શ્રી નેમિદાસ કહે છે કે સાધક માટે આત્માનું ચિન્તન કરવું તે જ ખરું તત્ત્વ છે. તેથી તેમાં જ સાધક ભ્રાંતિ વગર ઢભાવે લીન થાય તે આગ્રહ કરે છે. તત્વબેધની ધારણા માટે અને મિથ્યાત્વના નાશ માટે ચિંતન નીચે પ્રમાણે છે - આ જિનેશ્વરનું શાસન તે જ મોક્ષને માર્ગ છે. એવી શ્રદ્ધા કરું છું. તે પણ અજાણપણે નહીં પણ પ્રતીતિ-પરીક્ષા, વિશ્વાસપૂર્વક વળી શ્રદ્ધામાત્ર નહીં, પણ હું એ નિગ્રંથ પ્રવચન ધારણ કરનાર બને તેવી ચિ પણ ધરાવું છું તે માટે નીચે પ્રમાણે એકરાર કરું છું - सदहामि णं भंते ! णिग्गंथं पवयणं पत्तिआमि गं भंते ! tgfમ જે મને ! , , ભાવાર્થ : એકાંત હિતકર નિથ પ્રવચનની શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરું છું અને તે ધારણ કરવા માટે રુચિ રાખું છું. જરૂર તે મને મળે જેથી મારું કલ્યાણ થાય. આવા તત્વચિંતનથી મિથ્યાત્વ નાશ પામે છે, અને શુશ્રષા, શ્રવણ અને ગ્રહણનું દઢીકરણ થાય છે. મિથ્યાત્વનો નાશ થાય છે, ત્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, સમ્યકૃતવની પ્રાપ્તિ થવાથી આત્માની શુદ્ધિ થાય છે અને આત્માની શુદ્ધિથી યોગ સિદ્ધ થાય છે. સમ્યફવની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ એવી જ્ઞાનધારા હોય છે, જે થયા પછી ગની ધારા પ્રવર્તે છે. યોગની ઈચ્છા રાખનારાને આવશ્યકાદિક ક્રિયા રોગના કારણરૂપ થાય છે. સપુરુષોએ જિજ્ઞાસા રાખવી એ ન્યાય છે. જે પુરુષ યોગનો જ્ઞાતા ન હોય પરંતુ યેગની જિજ્ઞાસાવાળો હેય, તે પણ કાળાંતરે આત્મજ્ઞાનને પામે છે. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી સંન્યાસ ત્યાગ કહેવાતું નથી, કારણ કે-આત્મજ્ઞાન વિના વસ્તુતઃ તેનું સ્વરૂપ સાવદ્ય છે. આત્મજ્ઞાન ન થયું હોય, પરંતુ જે આત્મજ્ઞાન પામવાની સન્મુખતાપૂર્વક આત્મજ્ઞાનને પામવાના સાધને સેવાતાં હોય, તે ઉપચારથી સંન્યાસ-ત્યાગ કહી શકાય છે. આત્મા અને પરમાત્મા વિષે જે વિવાદ છે, તે ભેદબુદ્ધિથી કરેલ છે. જ્ઞાની ધ્યાનરૂપી સંધિથી એ વિવાદને દૂર કરી આત્મા અને પરમાત્માને મેળ કરી બતાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org