________________
ध्यानविचार-सविवेचन
[ ૨૨ એટલે તે જીવત્રીને અમૃતની ઉપમા છે. સામાયિકને પરમામૃતની ઉપમા છે.
કઈ પૂછે કે મૈત્રી ભાવના એટલે શું? તે તેના જવાબમાં સ્પષ્ટપણે કહી શકાય કે ત્રણ જગતના બધા જ છે મારા મિત્ર છે, એ સત્યથી મનને પુનઃ પુનઃ ભાવિત કરવું તે.
જીવ-જગતથી અલગ પડનારા માટે મેક્ષ ખૂબ જ દૂર છે અને જીવ-જગત સાથે આત્મીયતા કેળવીને, જડ-જગતથી દૂર રહેનાર માટે મોક્ષ અત્યંત નજીક છે.
આજ્ઞાવિય ધ્યાનમાં આ બધા ચિતનને સ્થાન છે. “શિવમસ્તુ સર્વનાતા '
તે મળ તુ ” 'मा कार्षीत् कोऽपि पापानि ।' આ અને આવી બીજી ભાવનાએ જીવમત્રીના તાત્ત્વિક મૂલ્યને પૂરવાર કરે છે.
એ અત્યંત મહત્વનું છે કે ત્રિભુવનપતિ શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને આરાધક એ આજ્ઞાના હૃદયભૂત જીવોને સહૃદયી મિત્ર જ હોય, કોઈ એક જીવ સાથેની અત્રી અર્થાત કોઈ એક જીવની પણ વિરાધના તેને આંખમાં કણાની જેમ ખટકે જ ખટકે.
આ બધું જ ચિંતન એ દેવાધિદેવની આજ્ઞાના જ ચિતન સ્વરૂપ હોવાથી આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. (૨) અપાયરિચય ધ્યાન અને પ્રમોદભાવ :–
દુઃખમૂલક, દુઃખફલક અને દુખોની પરંપરા સર્જનેરા સંસારનું સ્વરૂપ વિચારવું તે ઉક્ત ધ્યાનના અંગભૂત છે.
આ સ્વરૂપની વિચારણા કરતાં તેને કારણભૂત રાગાદિ દોષની ભયાનકતા અને પ્રબળતાને ખ્યાલ આવે છે.
આ ખ્યાલ આવ્યા પછી છ ખંડને જીતનારા ચકવતીઓને પણ પરાસ્ત કરનારા જે રાગાદિ દોષે છે તેને નખશિખ પરાસ્ત કરનારા પંચ પરમેષ્ઠિ ભગવંતે પ્રત્યે હાર્દિકે આદરભાવ જાગે છે.
આ આદરભાવ એ ગુણાધિક પ્રત્યેને પ્રમોદભાવ છે.
જ્ઞાની ભગવંતો આ પ્રમેદભાવને અતિ દુર્લભ કહે છે અને તેનું કારણ એ છે કે મેહ-મિથ્યાત્વવશ જીવને “ગુણ-બહુમાન અધ્યવસાય ભાગ્યે જ સ્પર્શે છે.
તે અધ્યવસાયને જગાડવા માટે અપાયરિચય ધ્યાન અકસીર ઔષધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org