________________
ध्यानविचार-सविवेचन
[ ૨૭ ચિંતન જ્યાં સુધી ચલ-ચિત્તે થતું હોય ત્યાં સુધી તે ચિંતા અને ભાવનારૂપ-ધ્યાનને પૂર્વાભ્યાસ છે એમ જાણવું અને જ્યારે તે ચિંતન સ્થિર–પરિણામે થાય છે ત્યારે તે ધર્મધ્યાન સ્વરૂપ બને છે.
તે ધર્મધ્યાનના સતત અભ્યાસથી શુદ્ધાનુભૂતિપૂર્વકનું જે તત્વચિંતન થાય છે તે શુકલ ધ્યાનના અંગભૂત ગણાય છે.
ધર્મધ્યાનના અધિકારી - સર્વ પ્રકારના પ્રમાદથી મુક્ત, જ્ઞાનરૂપી ધનવાળા તેમજ ઉપશામક અને ક્ષેપક નિગ્રંથ ધર્મધ્યાનના મુખ્ય અધિકારી છે. ધર્મધ્યાનની શુદ્ધિની પરાકાષ્ટા ઉપરોક્ત મહાત્માઓમાં જ હોય છે.
ગુણસ્થાનની અપેક્ષાએ મુખ્યતયા સાતમા ગુણસ્થાનકથી માંડી બારમા ગુણસ્થાનક સુધીના છે અને ગણતયા થા, પાંચમાં અને છઠ્ઠ ગુણસ્થાનકે રહેલા છે પણ ધર્મધ્યાનના અધિકારી ગણાય છે.
- શુકલધ્યાનના પ્રથમ બે પ્રકારના ધ્યાત પ્રથમ (વાઋષભનારાચ) સંઘયણવાળા અને પૂર્વ ધર અપ્રમત્ત મુનિવરો હોય છે અને અંતિમ બે પ્રકારના ધ્યાતા સગી અને અગી કેવળી ભગવંતે હોય છે. ધમ ધ્યાન અને મિત્રી આદિ ભા -
આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનમાં જિનેશ્વર પરમાત્માની પરમ મંગળકારી આજ્ઞાનું ચિંતન કરવાથી સાધકને મૈત્રી આદિ ચાર ભાવનું ચિંતન કરવાની પ્રેરણા પણ સહજ રીતે મળે છે.
ગુણસ્થાન ક્રમારે આદિ ગ્રન્થમાં પણ ધર્મધ્યાનનું સ્વરૂપ બતાવતાં મંત્રી આદિ ચાર ભાવનાઓને તેમજ પિંડસ્થ આદિ ચાર અવસ્થાઓને ધર્મધ્યાનના પ્રકાર તરીકે ગણાવી છે.
જીવને આર્તધ્યાનથી છોડાવી અને ધર્મધ્યાનમાં જોડનાર તથા શ્રેણિ અને શુકલધ્યાન સુધી પહોંચાડનાર સકલ સર્વવિષયક સ્નેહ અને હિતચિંતાનાં પરિણામ છે, તેથી મૈત્રી આદિ ભાવો સ્વયં ધર્મધ્યાનરૂપ છે અને તે ધર્મધ્યાનના હેતુ પણ છે.
આજ્ઞાવિયાદિ ચારે પ્રકારનાં ધ્યાનથી અનુક્રમે મૈત્રી આદિ ચારે ભાવનાઓનો પણ સંગીન રીતે વિચાર કરી શકાય છે તે આ રીતે :७. मैत्र्यादिभिश्चतुर्भेदं यदाज्ञादिचतुर्विधम् । पिंडस्थादि चतुर्धा वा धर्मध्यानं प्रकीर्तितम् ॥
'गुणस्थान क्रमारोह' श्लो. ३५-वृत्ति મૈત્યાદિ ચાર ભેદવાળું તથા આજ્ઞાવિયાદિ ચાર પ્રકારવાળું તેમ જ પિંડસ્થ આદિ ચાર ભેદવાળ ધર્મધ્યાન” કહેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org