________________
ध्यानविचार-सविवेचन
[ ૨૨ જિનાજ્ઞામાં જીવને શિવ બનાવવાનું પરમ સામર્થ્ય છે. જિનાજ્ઞા ગૂઢાતિગૂઢ છે. જિનાજ્ઞા નય, ગમ, ભંગ અને પ્રમાણાદિ વડે અતિ ગંભીર અર્થવાળી છે.
જિનાજ્ઞા અત્યંત ગંભીર, વ્યાપક, સૂક્ષમ અને ગહન છે. સકળ વિશ્વ પર તેનું એકચક્રી શાસન છે.
નવજાત બાળકને જેવું માતાનું દૂધ, તેવી સર્વ જીવલેક માટે હિતકારી જિનાજ્ઞા છે.
આપણા જેવા મંદ મતિ અને મંદ-પુણ્યવાળા જીવોને ગીતાર્થ, મહાજ્ઞાની ગુરુઓના વિરહથી, કે તેવા પ્રકારનાં હેતુ, દૃષ્ટાન્ત આદિના અભાવે, કે જ્ઞાનાવરણીય કર્મના પ્રબળ ઉદયે કદાચ આ જિનાજ્ઞાનાં સંપૂર્ણ રહસ્યો સ્પષ્ટ ન સમજાય, તેમ છતાં જે આપણે તેના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી તેનું ચિંતન-ધ્યાન અને પાલન કરીએ તે અવશ્ય આત્મહિત સાધી શકીએ, કારણ કે જિનેશ્વર પરમાત્મા પરાર્થ. વ્યસનના પ્રકર્ષને પામેલા હોઈને તેમની આજ્ઞાના આરાધક નિસર્ગિક રીતે તેઓશ્રીને અનુગ્રહના ભાગી થાય છે અને તે અનુગ્રહના અચિત્ય પ્રભાવે ભવસાગર તરી જાય છે.
તમેય સં નિરસં = ળેિ ફાં–તે જ સત્ય અને શંકા વિનાનું છે જે જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપ્યું છે ...આ શાસ્ત્રવચનમાં અકાટચ શ્રદ્ધા કેળવીને અનંતા આત્માએ ભવસાગર તરી ગયા છે.
આપણે પણ તેઓને અનુસરીને ભવસાગરતારક જિનાજ્ઞાન એકનિષ્ઠ આરાધક બનીએ. આ છે જિનાજ્ઞાને અનુપમ પ્રભાવ!
આ રીતે જિનેશ્વર પરમાત્માની પરમ કલ્યાણકર આજ્ઞાનું એકાગ્ર ચિત્તે ચિંતન કરવું એ આજ્ઞાવિચયરૂપ ધર્મધ્યાન છે.
અપાયરિચયનું સ્વરૂપ (૨) અપાયરિચય –રાગ-દ્વેષ, કષાય અને મિથ્યાવાદિના સેવનથી આ ભવ અને પરભવમાં જીવને કેવાં ભયાનક દુઃખ ભેગવવાં પડે છે તેનું ચિંતન કરવું, તેમાં ધ્યાન પરોવવું–એ અપાયરિચય ધર્મ ધ્યાન છે.
આ ચિંતન અને ધ્યાનના પ્રભાવે જીવની વીતરાગ, વીતષ, નિષ્કષાય અને સંપૂર્ણ સમ્યફવવાન બનવાની પાત્રતા કમશઃ પ્રગટે છે. અર્થાત્ આ મહાન ગુણેને પ્રાપ્ત કરવાના લક્ષ્યપૂર્વક આ ધ્યાન કરવાનું ફરમાન છે.
હું માંદો છું, હું માંદ છું'—એમ વારંવાર બલવા માત્રથી નીરોગીપણું પ્રાપ્ત થતું નથી પણ તેના કારણનું નિવારણ કરનાર નિર્દોષ ઉપચાર કરવાથી તે પ્રાપ્ત થાય છે, તેમ “હું રાગ દ્વેષ કષાયાદિથી ગ્રસ્ત છું”—એ હકીકતને ધ્યાનમાં લીધા પછી જેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org