________________
૨૦ ]
ध्यानविचार-सविवेचन અનંત ઉપકારી જિનેશ્વર પરમાત્મા એ સકળ જીવલોકન પરમ આપ્ત-પુરુષ છે. તેઓશ્રીની આજ્ઞા શી છે? કેવી છે? તેનું ચિંતન કરવું એ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. પ્રભુજીની પરમ મંગલકારી આજ્ઞાને ટૂંકમાં આ રીતે વિચાર કરી શકાય છે :
જિનેશ્વર પરમાત્માના ત્રિકાલાબાધિત વચનેના સંગ્રહરૂપ દ્વાદશાંગી એ સર્વ દૃષ્ટિએ અત્યંત નિપુણ છે કારણ કે તે સૂક્ષ્મ દ્રવ્યાદિનું યથાર્થ સ્વરૂપ બતાવે છે તથા આત્માના ગુણોનું સ્વરૂપ પ્રકાશિત કરે છે.
જિનેશ્વર પરમાત્માની આજ્ઞા શાશ્વત છે અનાદિનિદાન છે દ્રવ્યાર્થિક ની અપેક્ષાએ દ્વાદશાંગીને કઈ પણ કાળે નાશ થતો નથી અર્થાત્ સર્વદા વિદ્યમાન હોય છે.
જિનેશ્વર પરમાત્માની આજ્ઞા સર્વજીની પીડાને દૂર કરનારી અને તેમનું આત્યંતિક હિત કરનારી છે, “કઈ એક જીવને પણ હણ નહીં ”—એ આજ્ઞાના ત્રિવિધપાલનથી અનંતા આત્માએ મેક્ષે સિધાવ્યા છે.
જિનેશ્વર પરમાત્માની આજ્ઞા અનેકાંત-સ્યાદ્વાદજ્ઞાન સ્વરૂપ હેવાથી તેના વડે સત્યનું જ્ઞાન થાય છે.
જિનેશ્વર પરમાત્મા ત્રિલોકમાં સર્વોત્તમ પુરુષેત્તમ છે. તેથી તેઓશ્રીની આજ્ઞા પણ સર્વોત્તમ છે–અણમોલ છે.
જિનાજ્ઞા સર્વ કર્મોને સમૂળ ઉચ્છેદ કરનારી છે.
જે કર્મોને ખપાવતાં અજ્ઞાનીને પૂર્વ કોડ વર્ષ લાગે છે, તે કમેના પુજને જિનેશ્વર પરમાત્માની આજ્ઞા મુજબ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું યથાર્થ પણે પાલન કરનાર જ્ઞાની મુનિવર શ્વાસોચ્છવાસ જેટલા અપકાળમાં પણ ખપાવી નાખે છે.
જિનાજ્ઞા અર્થની અપેક્ષાએ અનંત છે. જિનરાજનું પ્રત્યેક વચન પણ અનંત અર્થ યુક્ત હોય છે. ___ 'एकम् अपि जिनवचन निर्वाहको भवति ।
કહીને શાસ્ત્રકાર ભગવંતોએ જિનરાજના પરમ તારક – સામર્થ્યને યથાર્થ પણે બિરદાવ્યું છે.
જિનાજ્ઞાને પિતાને હૃદયમાં ધારણ કરીને મહાપુરુષે પણ કૃતકૃત્યતા અનુભવે છે.
જિનાજ્ઞાને જાણનારા અને તેનું પાલન કરનારા પુરુષે મહાન સામર્થ્યવાળા હોય છે, સર્વ લબ્ધિસંપન્ન હોય છે; વિશ્વોપકારી મહાન કાર્યો કરનારા હોય છે.
જિનાજ્ઞા સર્વદોષરહિત છે, સર્વગુણસહિત છે. જિનાજ્ઞામાં ભારોભાર વિધવાત્સલ્ય છે. * તરવાર્થમાણ તથધારિજા, ઋો. ર૬૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org